
- ગોરેગામ આરે કોલોનીમાં ૧૨૦ એકરની જમીન પર આંતરરાષ્ટ્રીય પ્રાણી સંગ્રહાલય ભાયખાલાના રાણીબાગનો વિસ્તારીત ભાગ રહેશે
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 5 જૂન 2019, બુધવાર
પર્યટકો અને મુંબઇગરાને આકર્ષવા માટે રાણીબાગના વિસ્તારીત ભાગ તરીકે ગોરેગામ સ્થિત આરે કોલોનીમાં મુંબઇ મહાનગર પાલિકા સિંગાપોરની માફક આંતરરાષ્ટ્રીય દરજ્જાનું પ્રાણી સંગ્રહાલય ઉભુ કરશે. આરે કોલોની ૧૨૦ એકરની જમીન પર ૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચે પાલિકા પ્રાણીસંગ્રહાલયનું નિર્માણ કરશે. આ પ્રાણી સંગ્રહાલયમાં વાઘ, સિંહ, ચિત્તો, મગર, ઝેબ્રા એવા સાત એવા દુરભ સસ્તન પ્રાણી પક્ષી તથા સરીસૃપ વર્ગ પર્યટકોને નિહાળવા મળશે.
એટલું જ નહિં અહીં નાઇટ જૂ સફારીનો આનંદ પણ માણવા મળશે. આ પ્રાણી સંગ્રહાલયના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ મુંબઇ મહાનગર પાલિકા, વનવિભાગ અને મહારાષ્ટ્ર શાસનના સંયુક્તપણે હાથ ધર્યો છે. વિદ્યાર્થી- નાગરિકોમાં નિસર્ગ, વન્યજન્ય અને પર્યાવરણની જનજાગૃતિના ઉદ્દેશ્યથી પ્રાણી સંગ્રહાલય ઉભુ કરાશે.
આ બાબતે રાજ્ય શાસન ગોરેગામમાં જ્યારે કોલોનીના સર્વે ક્રમાંક ૧૬૮૯, ૧૬૯૦ અને ૧૬૯૭નો પ્લોટ પ્રાણી સંગ્રાહલય માટે આપવા મુંબઇ મહાનગર પાલિકા સાથે શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની ઉપસ્થિતિને આજે કરાર કરાવમાં આવ્યા હતા. તે વેળા રાજ્યના નાણા અને વન્ય પ્રધાન સુધીર મુનગંટીવાર, મેયર વિશ્વનાથ મહાડેશ્વર, પાલિકા કમિશનર પ્રવીણ પરદેશી સહિત અનેક રાજકીયનેતા, અધિકારીઓ ઉપસ્થિત હતા.
આ પ્લોટ પાલિકાને ૯૯ વર્ષના લીઝ પર ૧ રૂપિયાના ભાડે આપ્યો છે. અહીં પ્રાણી સંગ્રહાલય બનતા ચારથી પાંચ વર્ળ લાગશે. પ્રાણીસંગ્રહાલયની દેખભાળ, વ્યવસ્થા, પશુ- પક્ષીઓ લાવવા અને સ્વાસ્થ્યની દેખભાળ સહિત અનેક જવાબદારી પાલિકાની રહેશે.
સિંગાપોરની સુપ્રસિદ્ધ નાઇટ સફારીના સંકલ્પનાના આધારે 'નાઇટ-ઝૂ સફારી' આ પ્રાણી સંગ્રહાલયમાં વિકસિત કરાશે. માત્ર મનોરંજન પર ભાર ન આપતા દુર્લભ વન્યજીવના પ્રજાતિના સંરક્ષણ તથા સંવર્ધનનું કેન્દ્ર તરીકે તેમજ નિસર્ગ, વન્યજીવ અને પર્યાવરણ બાબતે જાગૃત નિર્માણ કરનારું એક નિસર્ગ શિક્ષણ કેન્દ્ર તરીકે આ પ્રાણી સંગ્રહાલય કાર્ય કરશે.
પ્રાણી સંગ્રહાલયથી થનારી આવક મુંબઇ મહાનગર પાલિકા અને વનવિભાગ, મહારાષ્ટ્ર શાસન વચ્ચે ૮૦ઃ૨૦ સમભાગમાં અપાશે.
ઉલ્લેખનીય છે કે ભાયખલા સ્થિત વીરમાતા જીજાબાઇ ભોંસલે પ્રાણીસંગ્રહાલય અને ઉદ્યાનની (રાણીબાગ) પણ પાલિકા કાયાપલટ કરી રહી છે. અને ગોરેગામમાં નવુ પ્રાણી સંગ્રહાલય ઉભુ કરાશે તે રાણીબાગનો એક વિસ્તારીત હિસ્સો છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WU4aza
via Latest Gujarati News
0 Comments