માન્ય મર્યાદાથી વધુ પ્રમાણમાં પ્રદૂષણ ફેલાવતા મહારાષ્ટ્રના એક સો ઉદ્યોગો


- મુંબઈની નજીકના ઉદ્યોગો માન્ય મર્યાદા કરતા અધિક પ્રદૂષણ ફેલાવતા હોવાનું અભ્યાસકોનું તારણ

મુંબઇ, તા. 5 જૂન 2019, બુધવાર

મહારાષ્ટ્રમાં એક સો ઉદ્યોગો સલામત મર્યાદા કરતાં અધિક પ્રમાણમાં ઘાતક પાર્ટિક્યુલેટ મેટર (પીએમ-રજકણો)નું ઉત્સર્જન (વાતાવરણમાં ભેળવવું તે) કરે છે એમ પર્યાવરણમાંના પ્રદૂષણનો અભ્યાસ કરનારાઓએ જણાવ્યું છે.

કલ્યાણના ૧૨ તથા થાણેના બે એમ મુંબઈના નજીકના વિસ્તારમાંના ૧૪ ઉદ્યોગો (કારખાનાં) દ્વારા માન્ય પ્રમાણ કરતાં બેથી છ ગણા અધિક પ્રમાણમાં જીવલેણ પીએમનું ઉત્સર્જન કરાય છે. જોકે ગયા વર્ષની તુલનાએ આ વર્ષે પરિસ્થિતિ કંઈક અંશે સારી છે. 

મહારાષ્ટ્ર પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (એમપીસીબી)ના જણાવ્યા મુજબ મુંબઈ અને નવી મુંબઈ સહિતના રાજ્યના સાત શહેરોમાં ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે પીએમ ૨.૫માં છ ટકા અને પીએમ ૧૦માં નવ ટકાનો ઘટાડો થયો હતો.

૨૦૧૮ના એપ્રિલની માહિતી મુજબ મુંબઈ મેટ્રોપોલિટન રીજન (એમએમઆર)માંના ૫૦ ઉદ્યોગો પૈકી ૨૯ અત્યંત વધુ પ્રમાણમાં પ્રદૂષક (પ્રદૂષણ ફેલાવનારા) હતા. આ વર્ષે નિરીક્ષણ કરવામાં આવેલા નવી મુંબઈના ૨૦ ઉદ્યોગોમંના એક ઉદ્યોગ દ્વારા ઉત્સર્જનના માન્ય ધોરણો નું ઉલ્લંધન કરવામાં આવતું નથી.

ગયા વર્ષે સૌથી વધુ પ્રદૂષણ થાણેના ઉદ્યોગો ફેલાવતા હોવાનું નોંધાયું હતું. આ વર્ષે થાણેના ૧૩ ઉદ્યોગો પૈકીના માત્ર બે જ ઉદ્યોગો અન્ય મર્યાદાથી અધિક માત્રામાં પ્રદૂષકોનું ઉત્સર્જન કરતા હોવાનું ધ્યાનમાં આવ્યું છે.

છેલ્લામાં છેલ્લી સરકારી માહિતી મુજબ સૌથી અધિક પ્રદૂષક ઉદ્યોગો ઔરંગાબાદ અને કલ્યાણ જિલ્લાઓમાં છે. આમાંના મોટા ભાગના ઉદ્યોગો કાગળ, રસાયણો, ખાંડ તથા શરાબનું ઉત્વાદન કરનારા છે.

મહારાષ્ટ્રમાં પ્રદૂષણની દ્રષ્ટિએ દેખરેખ હેઠળના ૩૦૮ ઉદ્યોગો પૈકીના ૧૧૧ પ્રદૂષણ મુક્તિનાં ધારાધોરણોનું પાલન કરવામાં નિષ્ફળ ગયા છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Wpe7F7
via Latest Gujarati News

Post a Comment

0 Comments