
ઇડીએ પીએમએલએની ક્રિમિનલ જોગવાઇ હેઠળ સ્વિત્ઝર્લેન્ડને સત્તાવાર અપીલ કરી હતી
(પીટીઆઇ) નવી દિલ્હી, તા.27 જૂન, 2019, ગુરૂવાર
સ્વીટ્ઝરલેન્ડ સત્તાવાળાઓએ બે અબજ ડોલરના પીએનબી છેતરપિંડી કૌભાંડના મુખ્ય આરોપી અને હીરાના ઉદ્યોગપતિ નિરવ મોદી નિરવ મોદી અને તેમની બહેનના ચાર બેંક ખાતા સ્થગિત કરી દીધા છે.
ભારતમાં નિરવ મોદી વિરુદ્ધ ચાલી રહેલા ક્રિમિનલ મનો લોન્ડરિંગ તપાસના ભાગરૃપે સ્વિટ્ઝરલેન્ડના સત્તાવાળાઓ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર આ ચાર ખાતાઓમાં ૨૮૩.૧૬ કરોડ રૃપિયા જમા છે. ઇડીની અપીલને પગલે આ ખાતા સ્થિર કરી દેવામાં આવ્યા છે. ઇડીએ સ્વિટ્ઝરલેન્ડ સત્તાવાળાઓને જણાવ્યું હતું કે નિરવ મોદીના ખાતાની રકમ છેતરપિંડી આચરીને જમા કરવામાં આવી છે.
ઇડીએ થોડાક દિવસ પહેલા સ્વિટ્ઝરલેન્ડના ખાતા સ્થગિત કરવાની અપીલ કરી હતી અને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ(પીએમએલએ)ની ક્રિમિનલ પ્રોવિઝન હેઠળ સત્તાવાર અપીલ કરી હતી.
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર લંડનની જેલમાં બંધ નિરવ મોદીએ પોતાના ખાતામાં ૩,૭૪,૧૧,૫૯૬ કરોડ ડોલર અને પોતાની બહેન પૂર્વી મોદીના ખાતામાં ૨૭,૩૮,૧૩૬ પાઉન્ડ જમા કરાવ્યા હતાં.
નિરવ મોદી અને તેમની બહેનના ખાતામાં જમા કુલ રકમ ૨૮૩.૧૬ કરોડ રૃપિયા થાય છે. ઇડી હવે પીએમએલએ હેઠળ આ બેંક ખાતાઓને ટાંચમાં લેવાની પ્રક્રિયા શરૃ કરશે. મુંબઇમાં પીએનબીની બ્રાડી હાઉસ બ્રાન્ચમાં થયેલા ૧૩૦૦૦ કરોડ રૃપિયાના કૌભાંડ ઇડી અને સીબીઆઇ નિરવ મોદી, મેહુલ ચોકસી અને અન્યની તપાસ કરી રહી છે.
ઇડીએ નિરવ મોદી વિરુદ્ધ દાખલ કરેલી ચાર્જશીટમાં નિરવ મોદી પર આરોપ મૂક્યો છે કે વિદેશમાં ડમી કંપનીઓને ૬૪૦૦ કરોડ રૃપિયા ટ્રાન્સફર કર્યા હતાં. આ ડમી કંપનીઓ તેના અને તેના પરિવાજનોના અંકુશમાં હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XAlWYq
via Latest Gujarati News
0 Comments