
નવી દિલ્હી, તા. 11 જૂન, 2019, મંગળવાર
ઉત્તર અને મધ્ય ભારતમાં હીટવેવની સ્થિતિ યથાવત રહેતા લોકો ગરમીના કારણે ત્રાહિમામ પોકારી ઉઠયા છએ. ત્યારે મંગળવારે ગરમીના કારણે ચાર લોકોએ જીવ ગુમાવ્યો છે. આગ્રાથી કોઇમ્બતુર જતી ટ્રેનમાં અસહ્ય ગરમીના કારણે તામિલનાડુના ચાર વૃદ્ધ તીર્થયાત્રીઓના મોત નિપજ્યા છે.
ટ્રેન ઝાંસી પહોંટતા સુધીમાં ત્રણ લોકો મોતને ભેટયા હતા જ્યારે ચોથી વ્યક્તિએ હોસ્પિટલમાં દમ તોડયો હતો. ઝાંસીમાં મંગળવારે ૪૮ ડિગ્રી તાપમાન નોંધાયુ છે. તો આ તરફ કેરળમાં પણ ભારે વરસાદથી તબાહીનો મેહોલ સર્જાયો છે.
ભારે વરસાદને પગલે કેરળમાં અસંખ્ય વૃક્ષો ધરાશયી થયા છે તે સેંકડો મકાનો પણ તબાહ થયા છે. પંજાબ અને હરિયાણાના મોટાભાગના વિસ્તારોમાં પણ પોરો ૪૫ ડિગ્રી ઉપર જ રહ્યો હતો.
પંજાબના પટીયાલા અને હરિયાણાના હિસારમાં ૪૫.૫ ડિગ્રી તાપમાન નોંધાયુ છે. રાજસ્થાનના ચુરૂમાં ૪૭.૩ ડિગ્રી, ગંગાનગરમાં ૪૬.૨ ડિગ્રી, કોટામાં ૪૫.૯ ડિગ્રી અને બિકાનેરમાં ૪૫.૧ ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યુ હતુ. તો ઉત્તરપ્રદેશમાં ઝાંસી બાદ અલ્લાહાબાદમાં ૪૬ ડિગ્રી પર પારો પહેંચ્યો હતો.
દક્ષિણ ભારતના ઓરિસ્સાના ૧૩ સ્થળો પર તાપમાન ૪૦ ડિગ્રીની ઉપર નોંધાયુ છે. પશ્ચિમ ઓરિસ્સામાં આવેલું સંબલપુર ૪૫ ડિગ્રી સાથ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યુ હતું. હિમાચલ પ્રદેશમાં વરસાદ થવાથી ત્યાંના લોકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી. હિમાચલના શિમલા અને કુફરીમાં આઠ મીમી જેટલો વરસાદ પડયો છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2MIbGsR
via Latest Gujarati News
0 Comments