વર્ષ 2011-12થી 2016-17 સુધી દેશનો જીડીપી 2.5 ટકા વધારીને દર્શાવાયો : સુબ્રમણ્યમ


હકીકતમાં આ સમય દરમિયાન વિકાસ દર ૩.૫ ટકા અને ૫.૫ ટકાની વચ્ચે રહ્યાનો દાવો 

સુબ્રમણ્યમનો દાવો અયોગ્ય, નિર્ધારિત માપદંડો અને પ્રક્રિયા મુજબ જ જીડીપીની ગણતરી : કેન્દ્ર

નવી દિલ્હી, તા. 11 જૂન, 2019, મંગળવાર

નાણાકીય વર્ષ ૨૦૧૧-૧૨થી ૨૦૧૬-૧૭ સુધી દેશનો જીડીપી વિકાસ દર ૨.૫ ટકા વધારીને દેખાડવામાં આવ્યો હતો તેમ નરેન્દ્ર મોદીના પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમે જણાવ્યું છે. 

પોતાના નવા રિસર્ચ પેપરમાં તેમણે દાવો કર્યો છે કે આ પાંચ વર્ષોમાં જીડીપી વિકાસ દર ૨.૫ ટકા વધારીને દેખાડવામાં આવ્યો છે. આ રિસર્ચ પેપરને હાવર્ડ યુનિવર્સિટીમાં પ્રકાશિત કરવામાં ઔઆવ્યો છે.

સુબ્રમણ્યમે જણાવ્યું છે કે ૨૦૧૧ અને ૨૦૧૬ની વચ્ચે જીડીપી વિકાસ દર ૬.૯ ટકા દર્શાવવામાં આવ્યો છે. જો કે હકીકતમાં આ સમય દરમિયાન વિકાસ દર ૩.૫ ટકા અને ૫.૫ ટકાની વચ્ચે રહ્યું હોવાની સંભાવના છે. 

આ રિસર્ચ પેપરમાં જણાવવામાં આવ્યું છે કે અનેક પ્રકારના પુરાવા એ વાતના સંકેત આપે છે કે ૨૦૧૧ પછીના વર્ષોમાં જીડીપી ૨.૫ ટકા વધારે બતાવવામાં આવ્યો છે.  રિસર્ચ પેપરમાં દાવો કરવામાં આવ્યો છે કે ૯૫ ટકા વિશ્વાસ સાથે જણાવવામાં આવી શકે છે કે જીડીપી એેક ટકા વધારીને બતાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સીએસઓ દ્વારા જારી કરાયેલા આંકડામાં નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ના ચોથા કવાર્ટરમાં જીડીપી ૫.૮ ટકા દર્શાવવામાં આવ્યો છે. જે પાંચ વર્ષમાં સૌથી ઓછો વૃદ્ધિ દર છે. 

જીડીપી વિકાસ દર ઘટવાને કારણે ભારત હવે વિશ્વમાં સૌથી ઝડપથી વિકાસ પામતો દેશ રહ્યો નથી. તે આ બાબતમાં ચીનથી પાછળ થઇ ગયું છે. જીડીપી વિકાસ દર ઘટવામાં કૃષિ અને મેન્યુફેકચરિંગ સેક્ટરનો નબળા દેખાવ જવાબદાર છે. મેન્યુફેકચરિંગ સેક્ટરના આંકડામાં સૌૈથી વધારે ખામી જોવા મળી છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2F43i0t
via Latest Gujarati News

Post a Comment

0 Comments