'વાયુ' વાવાઝોડાનું જોર વધ્યું: ગુરુવારે પોરબંદરના કાંઠે ટકરાવાની શક્યતા

નવી દિલ્હી, તા. તા. 11 જૂન 2019, મંગળવાર

અરબ સાગરમાં લક્ષદ્વીપ ટાપુઓ પાસે ઉદ્ભવેલું સાયક્લોન વાયુનું જોર વધવા લાગ્યું છે. આ વાવાઝોડું બુધવાર સુધી ગંભીર સાયક્લોનમાં પરિવર્તિત થવાની સંભાવના છે. વાવાઝોડું ઉત્તર-પશ્ચિમ તરફથી ગુજરાત તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન ખાતાની આગાહી અનુસાર વાવાઝોડાના કારણે પશ્ચિમી તટે ભારે વરસાદ થઇ શકે છે.

સમુદ્રમાંની ગરમી ગ્રહણ કરીને શક્તિશાળી બની રહેલું વાયુ વાવાઝોડું સોમવારે ભારે દબાણમાં પરિવર્તિત થઇ ગયું. મંગળવાર-બુધવારે આ તોફાન ઓર શક્તિશાળી બની શકે છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર 13 જૂનની સવારે વાયુ પોરબંદર અને મહૂવાના દરિયાકાંઠે થઇને પસાર થશે. એ સમયે તેનો વેગ 110-120 કિલોમીટર પ્રતિ કલાકથી 135 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે.

હવામાન ખાતાએ વાયુ વાવાઝોડાને અનુલક્ષીને ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. ઓરેન્જ એલર્ટનો અર્થ છે કે આ વાવાઝોડું જમીની સ્તરે વધારે નુકસાન નહીં કરે. જોકે દરિયામાં તોફાન ઉઠવાની શક્યતાને લઇને માછીમારોને 13 જૂન સુધી એલર્ટ કરી દેવામાં આવ્યાં છે અને તેમને દરિયામાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2R1Hqrq
via Latest Gujarati News

Post a Comment

0 Comments