શ્રીનગર, તા. તા. 11 જૂન 2019, મંગળવાર
જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે મંગળવારે વહેલી સવારે અથડામણ થઇ. અથડામણમાં સુરક્ષા દળોએ 2 આતંકવાદીઓને ઠાર માર્યાં છે. આતંકવાદીઓ પાસેથી ભારે માત્રામાં હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યાં છે. સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન જારી છે. માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ કરવામાં આવી રહી છે.
શોપિયાંના અવનીરા ગામમાં સોમવારે સાંજે આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમી સુરક્ષા દળોને મળી હતી. રાતથી જ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું હતું. દરમિયાન મંગળવારે સવારે સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. સુરક્ષા દળોની વળતી કાર્યવાહીમાં બે આતંકવાદી ઢેર થઇ ગયા હતાં.
ઉલ્લેખનીય છે કે આ પહેલા ગયા શનિવારે અનંતનાગમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં જૈશ-એ-મોહમ્મદનો એક આતંકવાદી માર્યો ગયો હતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2X0FuVy
via Latest Gujarati News
0 Comments