
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 12 જૂન 2019, બુધવાર
સોશિયલ મીડિયા પર નોરા ફતેહીના અલગઅલગ વીડિયો જોવા મળતા હોય છે. જોકે આ વખતે તેનો એક વીડિયો જોઇને તેના ચાહકો અચંબામાં પડી ગયા છે.
નોરાએ ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેયર કરતા લખ્યું છે તે તમે મને બેંગકોકની સ્ટ્રીટ માર્કેટમાં શોર્ટસ વેંચતી જોઇ શકો છો. જોકે નોરા ખરેખર આ કામ કરી રહી છે કે, પછી કોઇ ફિલ્મ કે વિજ્ઞાાપનનો ભાગ હોવાનું ગતકડું છે.
થોડા સમય પહેલા સારા અલી ખાન પણ પોતાના સામાન સાથે માતાથી જુદી થઇ રહી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. પછીથી આ વીડિયો તેની એક વિજ્ઞાાપન હતી તેવી વાત આવી હતી. નોરાની બાબતમાં પણ વાસ્તવિકતના શું છે તે જાણવા મળ્યું નથી.
નોરાએ બોલીવૂડમાં આઇટમ સોન્ગ કરીને પોતાનું સ્થાન જમાવ્યું છે. તેણે બાહુબલી, સત્યમેવ જયે અને સ્ત્રી ફિલ્મમાં આઇટમ સોન્ગ કર્યા છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IG3ROZ
via Latest Gujarati News
0 Comments