(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 12 જૂન 2019, બુધવાર
પીઢ અભિનેતા અમિતાભ બચ્ચને બ્લોગ પર જણાવ્યું હતું કે, બુધવારે તેમણે બિહારના ખેડૂતોનું કર્જ ભરપાઇ કરી દીધું છે. ૭૬ વર્ષીય અભિનેતાએ આ સદ્કાર્ય પોતાના પુત્ર અભિષેક અને પુત્રી શ્વેતાના હાથે કરાવ્યું હતું.
બચ્ચને બ્લોગ પર લખ્યું હતું કે, આપેલું વચન મેં પુરું કર્યું છે. બિહારના ખેડૂતોના ભરપાઇ કરવાની લોન મેં ચુકવી દીધી છે. મેં ૨૧૦૦ ખેડૂતોની પસંદગી કરી હતી. બેન્ક દ્વારા આરટીએસ કરીને આ રકમ મેં જમા કરાવી દીદી છે. મેં આ ખેડૂતોમાંના થોડા ખેડૂતોને મારા જનક બંગલા પર બોલાવ્યા હતા. ત્યાં અભિષેક અને શેવ્તાના હાથે મેં આ સારું કામ કરાવીને મારું વચન પાળ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ બાદ હું પુલવામાના આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા શહીદોના પરિવારોને આર્થિક સહાય આપવાનું વચન નિભાવવાનો છું. આ કાર્ય પણ મારા જનકના બંગલે જ કરવામાં આવશે.
આ પૂર્વે બચ્ચને ઉત્તર પ્રદેશના ૧,૩૬૮ ખેડૂતો અને મહારાષ્ટ્રના ૩૫૦ ખેડૂતોની લેણી નીકળતી લોન ભરપાઇ કરી છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2X6HZpw
via Latest Gujarati News
0 Comments