
- અભિનેત્રી હૃતિક રોશન અને ટાઇગર શ્રોફની ફિલ્મમાં તેમજ રણબીર અને સંજય દત્ત સાથે કામ કરશે
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 12 જૂન 2019, બુધવાર
વાણી કપૂરે પોતાની તસવીરો હાલ સોશિયલ મીડિયા પર શેયર કરી છે. તેને બોલીવૂડના ટોચના અભિનેતાઓ સાથે રૂપેરી પડદે કામ કરવાની તક મળી છે.
વાણી કપૂર હૃતિક રોશન અને ટાઇગર શ્રોફ સાથેની એક ફિલ્મમાં કામ કરશે. આ ઉપરાંત તે રણબીર કપૂર અને સંજય દત્ત સાથે શમશેરા ફિલ્મમાં કામ કરશે.વાણી ૨૦૧૬માં રણવીર સિંહ સાથે બેફ્રિક્રેમાં જોવા મળી હતી, ત્યાર પછી તે કોઇ ફિલ્મમાં દેખાણી નથી. વાણી હાલ પોતાના થોડા મિત્રો સાથે વેકેશનનો આનંદ માણી રહી છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2wRNhpW
via Latest Gujarati News
0 Comments