કમાલ અમરોહીનો જોગેશ્વરી સ્થિત કમાલિસ્તાન સ્ટુડિયો પણ વેચાઇ ગયો


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 12 જૂન 2019, બુધવાર

હજી તો રાજકપૂરના ચેંબુરના સ્ટુડિયોનો સોદો થયાની વાત ભૂલાઇ નથી, ત્યાં કમાલિસ્તાન સ્ટુડિયો વેંચાઇ ગયાની વાત આવી છે. જોકે આ સ્ટુડિયોનો સોદો તો ૨૦૧૦માં જ થઇ ગયો હોવાનું તેના મેનેજરે જણાવ્યું હતું.

મુંબઇના જોગેશ્વરી પરામાં ૧૫ એકરની જમીન પર ફેલાયેલો આ સ્ડુડિયો વેચાઇ ગયો છે. આ જગ્યાને રિડેવલપ કરવા માટેનો પ્રોજેક્ટ લગભગ એકવીસ હજાર કરોડ રૂપિયાનો છે. કમાલ અમરોગીએ ૧૯૫૮માં આ સ્ટુડિયોની સ્થાપના કરી હતી. જેમા મહલ, ંપાકિઝા. અમર અકબર એન્થની, કાલિયા, રઝિયા સુલતાન ઉપરાંત અન્ય ફિલ્મોના શૂટિંગ થયા હતા. જોકે આ સ્ટુડિયોની ડીલ કેટલા રૂપિયામાં થઇ તે જાણવા મળ્યું નથી. 

કમાલિસ્તાન સ્ટુડિયોના મેનેજરે જણાવ્યું હતું કે, આ સ્ટુડિયો ૨૦૧૦માં  વેેંચાઇ ગયો હતોે. બેગલુરૂની રિયાલિટી કંપની એક પાર્ટનર સાથે મળીને ખરીદયો  છે. અમે સાંભળ્યું છે કે, આ સ્થાને એક બહુ મોટો આઇટી પાર્ક બનાવામાં આવશે. જોકે હજી સુધી આ જમીન પર કામ શરૂ કરવામાંઆવ્યું નથી. તેમજ અમને પણ આ સ્ટુડિયોમાં કોઇ શૂટિંગ નહીં કરવાનો આદેશ મળ્યો નથી. જોકે એક વાત છે કે, હવે ગમે ત્યારે આ સ્ટુડિયોમાં કામ બંધ કરવામાં આવશે. 



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZnvuDu
via Latest Gujarati News

Post a Comment

0 Comments