મુંબઇ તા. 6 જૂન 2019 ગુરૂવાર
ઇન્ટરનેશનલ પોર્ન સ્ટાર મટીને બોલિવૂડની અભિનેત્રી બની ગયેલી સની લિયોની તાજેતરમાં એક વિડિયો ક્લીપમાં ગુસ્સે થયેલી નજરે પડી હતી.
એ એક જેસીબી મશીન પર ઊભેલી દેખાતી હતી અને પોતાના મેનેજર સની રાજાણીની ખબર લઇ રહી હોય એવા એના તેવર હતા. હાલ ફિલ્મો કે ટીવી ચેટ શોમાં ઓછી દેખાતી સની સોશ્યલ મિડિયા પર ખૂબ એક્ટિવ છે અને પોતાના ચાહકો જોડે સતત વાતો કરતી રહેતી હોય છે. એને આટલી ગુસ્સામાં કોઇએ કદી જોઇ નહીં હોય.
જો કે એનો ગુસ્સો વ્યાજબી હોય એવું એની વાતો પરથી લાગતું હતું. બન્યું એવંુ કે એનો મેનેજર સની રાજાણી સની માટે રાખેલું ભોજન ચોરીને ખાઇ ગયો. દેખીતી રીતેજ સની આ વાત પર ખૂબ ગુસ્સે થઇ ગઇ હતી.
જો કે ધ્યાનથી આ વિડિયો ક્લીપ જોનારાને ખ્યાલ આવી જાય કે સની લિયોની ગુસ્સે થઇ હોવાનો ડોળ કરી રહી છે. વાસ્તવમાં આ વિડિયો ક્લીપ ફની વધુ લાગે છે. સની ખરેખર ગુસ્સે થઇ હોય એવું લાગતું નથી. એ જેસીબી (જમીન ખોદવા માટે વપરાતા ) મશીન પર ઊભી ર હીને પોઝ આપી રહી હોય એવી છાપ પડયા વિના રહેતી નથી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XCAYte
via Latest Gujarati News
0 Comments