મુંબઇ તા. 6 જૂન 2019 ગુરૂવાર
માત્ર બે ફિલ્મો રજૂ થયા બાદ એ લિસ્ટના કલાકારોમાં ગણાતી થઇ ગયેલી અભિનેત્રી સારા અલી ખાને રમજાન ઇદ પોતાની માતા અમૃતા સિંઘ સાથે ઊજવી હતી.
સારા અને ઇબ્રાહિમની માતા અમૃતા સિંઘ ૧૯૭૦ અને '૮૦ના દાયકાની આગેવાન અભિનેત્રી હતી અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સહિત મોટા ભાગના મોખરાના અભિનેતા સાથે ફિલ્મોમાં ચમકી ચૂકી હતી.
છોટે નવાબ તરીકે જાણીતા અભિનેતા ફિલ્મ સર્જક સૈફ અલી ખાને પહેલા લગ્ન અમૃતા સિંઘ સાથે કર્યા હતા જેનાથી એ બંનેને એક પુત્ર અને એક પુત્રી થયાં હતાં. એ પુત્ર એટલે ઇબ્રાહિમ અને પુત્રી એટલે સારા અલી ખાન.
છેલ્લા થોડા સમયથી અમૃતા એકલી રહે છે. મુંબઇના અંધેરી ઉપનગરમાં લોખંડવાલા કોમ્પલેક્સમાં એનો પોતાનો બંગલો છે. સારા પોતાની માતાની પણ ખૂબ નજીક છે અને પહેલી ફિલ્મ કેદારનાથ વખતે અમૃતા સારાની સાથે શૂટિંગમાં જતી હતી. સારાએ રમજાન ઇદ પોતાની માતાની સાથે ઊજવીને માતાને રાજી કરી હતી. એણે સોશ્યલ મિડિયા પર પોતાના ફેન્સને ઇદ મુબારક કર્યા હતા.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WMTpyw
via Latest Gujarati News
0 Comments