આયના સામે સુહાનાએે સેલ્ફી લીધી

મુંબઇ તા. 6 જૂન 2019 ગુરૂવાર

બોલિવૂડના બેતાજ બાદશાહ શાહરુખ ખાનની પુત્રી સુહાના ખાને તાજેતરમાં સોશ્યલ મિડિયા પર એક ફોટોગ્રાફ શૅર કર્યો હતો જેમાં એ આયના સામે ઊભી રહીને સેલ્ફી લઇ રહી હોય એવું દેખાય છે.

ઑફ્ફ શોલ્ડર બ્લેક ડ્રેસ અને હળવી લીપસ્ટિકમાં સજ્જ સુહાના સુંદર અને સેક્સી દેખાય છે, વાળ વ્યવસ્થિત ઓળેલા છે. સોશ્યલ મિડિયા પર એને વિવિધ પ્રતિભાવ મલ્યા હતા. આમ થવાનું એક કારણ એ હતું કે એના ફોન કેમેરાના બેક કવરમાં એનુ એટીએમ કાર્ડ દેખાય છે. 

ઇન્સ્ટાગ્રામ પર સુહાના આ બેક કવરના કારણે જ વધુ ચર્ચાઇ હતી. બેક કવરમાં દેખાઇ રહેલા ડેબિટ કાર્ડને કારણે લોકેાએ એને જુદા જુદા પ્રતિભાવ આપ્યા હતા. 

એક ઉત્સાહી વ્યક્તિએ તો એમ પણ લખી નાખ્યું હતું કે તમારા ડેબિટ કાર્ડનો નંબર મને મળી ગયો, થેક્યુ... તાજેતરમાં સુહાના એક કરતાં વધુ વખત સોશ્યલ મિડિયા પર આકર્ષણનું કેન્દ્ર બની હતી. ગયા પખવાડિયે એણે વિદેશમાં એક ફ્રેન્ડની બર્થડે પાર્ટીમાં પોતાના બૉયફ્રેન્ડ સાથેની તસવીરો શૅર કરી હતી. એમાં પણ એ અન્યો કરતાં વધુ સુંદર લાગી હતી. 

સમર્થનવિહોણા એક અહેવાલ મુજબ કરણ જોહર પોતાના ફેમિલિ ફ્રેન્ડ એવા શાહરુખ ખાનની પુત્રીને પોતાની એક ફિલ્મમાં લોંચ કરવાનો છે. જો કે શાહરુખે આ સમાચાર વિશે કોઇ પ્રતિભાવ આપ્યા નથી. 




from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JXo5Hn
via Latest Gujarati News

Post a Comment

0 Comments