ઈસ્લામાબાદ, તા. 2 જૂન 2019 રવિવાર
પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં શનિવારે ભારતીય હાઈ કમિશનની ઈફ્તાર પાર્ટીમાં પાકિસ્તાની અધિકારીઓની ગેરવર્તણૂક બાદ કિસ્સો ગરમાઈ ગયો છે. સૂત્રોએ જણાવ્યુ કે પાકિસ્તાની એજન્સીઓએ હોટલ સેરેના બહાર શનિવારે ઘેરાબંધી કરી અને મહેમાનોને ધમકાવ્યા.
તેમણે જુદા-જુદા નંબરોથી મહેમાનોને ફોન કર્યા અને ધમકી આપી કે જો તે ઈફ્તાર પાર્ટીમાં સામેલ થયા તો ગંભીર પરિણામ ભોગવવા પડશે. આ મામલા બાદ પાકિસ્તાનમાં ભારતીય હાઈ કમિશ્નર અજય બિસારિયાએ કહ્યુ, અમે તે તમામ મહેમાનોની માફી માગીએ છીએ, જેમને શનિવારે જબરદસ્તી પાછા મોકલી દેવાયા. આવી હરકત ઘણી નિરાશાનજક છે.
બિસારિયાએ કહ્યુ, પાકિસ્તાને ના માત્ર બુનિયાદી રાજદ્વારી આચરણ અને સભ્ય વ્યવહારનું ઉલ્લંઘન કર્યુ પરંતુ બંને દેશોના દ્વીપક્ષીય સંબંધ પણ ખરાબ કર્યા. દરવાજાને બંધ કરી દીધા અને મહેમાનોને કહેવામાં આવ્યુ કે ઈફ્તાર પાર્ટી રદ કરવામાં આવી છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XmdTuM
via Latest Gujarati News
0 Comments