ઇડીને ગૃહ મંત્રાલય હેઠળ લઇ લેવા ભાજપના સાંસદની માગ


(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 9 જૂન, 2019, રવિવાર

અમીત શાહે ગૃહ મંત્રાલયના હવાલો સંભાળતા ભાજપના એક સાંસદ નિશિકાંત દુબેએ માગ કરી હતી કે  મની લોન્ડરિંગ સબંધીત અપરાધની તપાસ કરતા અને હાલમાં નાણા મંત્રાલય  હસ્તકના એન્ફોર્સમેન્ટ ડિરેકટરેટ (ઇડી)ને ગૃહ મંત્રાલય હેઠળ લઇ આવવું જોઇએ.

 તેમણે કહ્યું હતું કે આ બાબતે તેમણે વડા પ્રધાન મોદીને પણ એક પત્ર લખ્યો હતો.હાલમાં ઇડી નાણા મંત્રાલયમાં મહેસુલી વિભાગ હેઠળ કામ કરે છે. ઇડીના ડાયરેકટરનો હોદ્દો અધિક સચિવ સમકક્ષ કક્ષાનો હોય છે જે મહેસુલી વિભાગને રિપોર્ટ કરે છે.

 આ વિભાગ પાસે મની લોન્ડરિંગ અને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટના કેસો હોય છે.દુબેએ પત્રમાં કહ્યું હતું કે  ફેમા હેઠળ નોંધાયેલા મોટાભાગની કેસો ઇન્ડિયન પીનલ કોડ  અથવા તો શસ્ત્ર ઘારા કે પછી ગેરકાયદે પ્રવૃત્તિઓ અટકાયત ધારા અને અન્ય  કાયદાઓ હેઠળ આવે છે.હાલની સીસ્ટમમાં ઇડી સ્વતંત્ર રીતે પીએમએલએ હેઠળ કેસ કરી શકતું નથી અને તેને ફરજીયાત પણે આઇપીસી, એનડીપીસી અથવા તો પાસપોર્ટ એક્ટ હેઠળ જ નોંધવા પડે છે. '

ઇડીમાં હાલના વહીવટી તંત્રમાં મોટા ભાગે નાણા મંત્રાલયના અધિકારીઓ હોય છે જેમને આઇપીસી અથવા તો અન્ય ઘારાઓની બહુ જાણકારી હોતી નથી. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટના કેસ હાથ ધરવા માટે આવા કાયદાઓની જાણકારી ખૂબ જ અગત્યની હોય છે'એમ દુબેએ પત્રમાં લખ્યું હતું.'

મોટા ભાગના અધિકારીઓ ગૃહ મંત્રાલયના દાયરામાં આવતા હોઇ  સ્વભાવિક રીતે જ આવા તમામ કેસ પણ ગૃહ મંત્રાલયને જ સોંપી દેવા જોઇએ'એમ તેમણે કહ્યું હતું. તેમના કહેવા મુજબ આવા કેસ અને ઇડીને ગૃહ મંત્રાલયને સોંપતા વધુ સારી રીતે હેન્ડલ કરી શકાશે કારણ કે તેના વડા અમીત શાહ છે જેઓ તઠસ્થ અને જાણકાર છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2R242YT
via Latest Gujarati News

Post a Comment

0 Comments