ભાજપની સરકાર નથી ત્યાં મોદી સાવકુ વલણ રાખી વિકાસથી વંચીત રાખે છે : રાહુલ


થીરુવામબેડી, તા. 9 જૂન, 2019, રવિવાર

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી હાલ કેરળની મુલાકાતે છે, જ્યાં તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા હતા. રાહુલે પોતાના મત વિસ્તાર વાયનાડના મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો. જે દરમિયાન અહીંના એંગાપુઝા વિસ્તારમાં તેમણે સમર્થકોને સંબોધ્યા હતા. 

રાહુલે અહીં નરેન્દ્ર મોદી પર આરોપો લગાવતા કહ્યું હતું કે મોદી જે રાજ્યોમાં ભાજપનું શાસન નથી તેની સાથે ભેદભાવ રાખે છે અને ત્યાં કેન્દ્રની કોઇ જ સહાય નથી આપતા. રાહુલ ગાંધીએ અહીં રોડ શો પણ યોજ્યો હતો. જે દરમિયાન તેમણે દાવો કર્યો હતો કે મોદી કેરળ પ્રત્યે પ્રેમ હોવાના જુઠા દાવા કરી રહ્યા છે, વાસ્તવમાં કેરળ પ્રત્યે તેઓ કોઇ જ ધ્યાન નથી આપવા માગતા કેમ કે અહીં સીપીઆઇએમનું શાસન છે. 

રાહુલ ગાંધીએ કેરળમાં એ નર્સની મુલાકાત કરી હતી કે જેણે રાહુલનો જન્મ થયો ત્યારે તેને રમાડયા હતા અને તેની દેખરેખ રાખી હતી. રાહુલને જ્યારે કેરળના આ ૭૨ વર્ષીય નર્સ રાજમ્મા વવાથિલને રાહુલ ગાંધી ૪૯ વર્ષ બાદ મળ્યા હતા, દરમિયાન તેને રાહુલ ભેટી પડયા હતા જેથી રાજમ્માની આંખોમાં આંસુ આવી ગયા હતા. દરમિયાન રાહુલ ગાંધી પણ ભાવુક થઇ ગયા હતા. 

રાહુલ ગાંધીનો જન્મ ૧૯ જૂન, ૧૯૭૦ના રોજ દિલ્હીના હોલી ફેમેલી હોસ્પિટલમાં થયો હતો. તે સમયે રાજમ્મા આ હોસ્પિટલમાં નર્સ તરીકે સેવા આપતા હતા. અને રાહુલ ગાંધીની દેખરેખ રાખી હતી. જે બાદ તેઓ રાહુલને ક્યારેય નહોતા મળ્યા, રાજમ્મા આજે ૭૨ વર્ષના છે અને તેઓ કેરળમાં રહે છે. રાહુલ કેરળની મુલાકાતે હતા તેથી તેમણે રાજમ્માની ખાસ મુલાકાત લીધી હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WWi9EA
via Latest Gujarati News

Post a Comment

0 Comments