કરીના કપૂરે આગામી ફિલ્મ ઇરફાન ખાનના કારણે જ સ્વીકારી


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 9 જૂન 2019, રવિવાર

ઇરફાન ખાનની 'હિંદી મીડિયમ' ફિલ્મની સિકવલ 'અંગ્રેજી મીડિયમ'નું શૂટિંગ શરૂ થઇ ગયું છે.આ ફિલ્મમાં કરીના કપૂર કામ કરી રહી છે. તેઇરફાન સાથે કામ કરવા ઉત્સાહિત હોવાનું જણાવ્યું હતું.

'' મેં આ ફિલ્મ ફક્ત ઇરફાન ખાન સાથે કામ કરવા માટે જ સાઇન કરી છે. હું તેમની બહુ મોટી ફેન છું. તમેની સાથે કામ કરવા માટે હું ઉત્સુક છું. મેં તેમની ઘણી ફિલ્મો જોઇએ છે.જેમાં 'પાનસિંહ તોમર' પણ શામેલ છે. જોકે મેં 'હિંદી મીડિયમ' ફિલ્મ જોઇ નથી. મેં મારી કારકિર્દીમાં આમિર, સલમાન, અજય દેવગણ, સૈફ અને શાહરૂખ ખાન જેવા ટોચના કલાકારો સાથે કામ કર્યું છે. આ ફિલ્મ તો મેં  ફક્ત ઇરફાનના કારણે જ સ્વીકારી છે,'' તેમ કરીનાએ જણાવ્યું હતું.

કરીનાએ  તૈમૂરના જનામ બાદ છ મહિનામાં જ કામ કરવાનું શરૂ કરી દીધું હતું. તેણે કહ્યુ ંહતુ ંકે, પહેલાના સમયમાં બાળકના જન્મ બાદ અભિનેત્રી ફિલ્મોથી દૂર થઇ જતી હતી, પરંતુ હવે સમય બદલાયો છે અને અભિનેત્રીઓ સંતાનના જન્મ બાદ પણ કામ કરવાનું ચાલુ રાખે છે. 

કરીના 'અંગ્રેજી મીડિયમ' ઉપરાંત અક્ષય કુમાર સાથે 'ગુડ ન્યુઝ 'માં જોવા મળશે. તે કરણ જોહરની 'તખ્ત'માં પણ કામ કરી રહી છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ItLqgn
via Latest Gujarati News

Post a Comment

0 Comments