કેટરિના કૈફના નિર્માણહાઉસ હેઠળ બનનારી ફિલ્મો થોડી ટૂંકી અને ઓફબીટ હશે


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 9 જૂન 2019, રવિવાર

કેટરિના કૈફ લગભગ દસવરસ બાદ અક્ષયકુમાર સાથે રોહિત શેટ્ટીની ફિલ્મ 'સૂર્યવંશી'માં કામ કરી રહી છે. તેની અને સલમાન ખાનની ફિલ્મ ઇદ પર રિલીઝ થઇ  છે, જોકે આ ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. 

કેટરિના અનુષ્કા શર્મા, દીપિકા પદુકોણની માફક પ્રોડયુસર બનવાના પ્રયાસમાં છે. તે પોતાના નિર્માણ હાઉસ માટે એક સારી સ્ક્રિપ્ટની શોધમાં છે. તેણે કહ્યું હતું કે, '' મારા પ્રોડકશનહાઉસના બેનર હેઠળ બનનારી ફિલ્મ કદાચ થોડી ટૂંકી અને ઓફ-બીટ હશે. તે એવી ફિલ્મો હશે જે પરિવાર સાથે બેસીને માણી શકાય. પાત્રને અનુરૂપ હશે તો પોતે પણ તે ફિલ્મમાં કામ કરશે.''

કેટરિનાન ે મહિલા કેન્દ્રિત  ફિલ્મોમાં કામ કરવામાં રસ છે. તેણે કહ્યુ ંહતુ ંકે, '' મને  કિલ-બિલ જેવી  વુમેન - સેન્ટ્રિક એકશન ફિલ્મો કરવી છે. જોકે હજી સુધી મારી ઈચ્છા પુરી થઇ નથી. મારી પાસે જે પણ સ્ક્રિપ્ટ આવે છે, તે હું  સાંભળું  છું. એકશન ઉપરાંત મને  સાયકોલિજકલ  થ્રિલર અને કોમેડીમાં પણ હાથ અજમાવવા  છે. પરંતુ જે ફિલ્મોની ઓફર આવતી હોય તેમાંથી જ પસંદગી કરવાની રહેતી હોવાથી મનપસંદ વિષય મળતા નથી.''



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZhuiBy
via Latest Gujarati News

Post a Comment

0 Comments