
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા.9 જૂન 2019, રવિવાર
મુંબઈ સમુદ્રમાં બે જણ જ્યારે નાશિકમાં નદીમાં માતા, પુત્ર સહિત ત્રણ જણ ડૂબી ગયા હતા. તેમના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. મરીનડ્રાઈવમાં સમુદ્રમાં ૧૧ વર્ષીય બાળક જ્યારે જૂહુ ચોપાટી ખાતે એક શખસ ડૂબી ગયો હતો. નાશિકમાં નદીમાં કપડા ધોવા ગયેલી ગૃહિણી તેના ૧૪ વર્ષીય પુત્ર સહિત ત્રણ જણ તણાઈ ગયા હતા.
મરિનડ્રાઈવ ખાતે આજે બપોરે ૧૧ વર્ષીય ભૈરવ બારીયા સમુદ્રમાં ડૂબી ગયો હતો. તેને બહાર કાઢીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પણ આ બાળકનું મોત નિપજ્યું હતું.
આ સિવાય જુહૂ ચોપાટીમાં ૪૦ વર્ષીય મહેશ શિંદે પાણીમાં તણાઈ જતા મૃત્યુ પામ્યો હતો. હાલ ઉનાળાની રજામાં મુંબઈગરા સમુદ્ર કિનારે અને ચોપાટી પર ફરવા જતા હોય છે. દરમિયાન જીવના જોખમે પાણીમાં નહાવા અને તરવા જતી વખતે અનેક જણ ડૂબી જવાની અનેક ઘટના અગાઉ બની છે. આથી લોકોએ પોતાની સુરક્ષાની કાળજી રાખવી જોઈએ એવી અપીલ કરવામાં આવી છે.
નાશિકમાં દિંડોરી તાલુકામાં ઓઝે કાદવા નદીમાં આજે સવારે અનિતા વાઘમારે કપડા ધોવા ગઈ હતી. તે સમયે તેની સાથે પુત્ર ઓમકાર અને પ્રાજકતા ગાંગોડે (ઉં.વ.૧૫) પણ હતા. આ ત્રણ જણ નદીમાં ડૂબી ગયા હતા. ઘણી શોધખોળ બાદ તેમના મૃતદેહ મળી આવ્યા હતા.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2wJCHBl
via Latest Gujarati News
0 Comments