
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા. 9 જૂન 2019, રવિવાર
મીરા- ભાઈંદર શહેર પણ દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. અહીં પાણીની અછત સર્જાઈ હોવાથી દર અઠવાડિયે ૩૦ કલાક પીવાનાં પાણી આપવાનું બંધ કરાયું છે. આ કારણે સોસાયટીમાં ત્રણ દિવસે પાણી મળી રહ્યું છે. આ સમસ્યાને કારણે લોકોને ટેન્કર પર નિર્ભર રહેવું પડે છે.
પાલિકાની ચૂંટણીમાં નેતાઓએ શહેરની જનતાને ૨૪ X ૭ પાણી એટલે કે ૨૪ કલાક પાણી મળશે એવા વચન આપ્યા હતા. પણ અત્યારે આ વચનો અભેરાઈએ ચઢી ગયા હોવાનું નજરે પડે છે.
મીરા- ભાઈંદરના રહેવાસીઓ પાણીની ભારે સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ગત ૧૦ વર્ષમાં આ વિસ્તારની વસતિની સંખ્યા ૧૩ લાખ પાર થઈ ગઈ છે. શહેરને સ્ટેન ઓથોરીટી દ્વારા દરરોજ ૮૬ મિલિયન લીટર પાણી અને એમ.આઈ.ડી.સી. ૯૦ એમ.એલ.ડી. પાણી પુરવઠો આપે છે. પરંતુ જાન્યુઆરી મહિનાથી પાણીનો કાપ મૂકાયો છે.
હવે અહીં ભારે પાણીની અછત સર્જાઈ છે. અત્યારે મીરા- ભાઈંદરમાં અઠવાડિયામાં ૩૦ કલાક (ગુરુવાર મધરાતથી શનિવાર સવાર સુધી) પાણી પુરવઠો બંધ રહે છે. પણ તેના બે આગળના દિવસ ૪૮ કલાક પાણી ખૂબ જ ઓછા દબાણથી મળે છે. જ્યારે અમુક વિસ્તારોમાં ૭૨ કલાક બાદ પાણી મળે છે. માત્ર પાણીની અછતને પહોંચી વળવા લોકો ટેન્કરો પર નિર્ભર રહે છે.
મીરા- ભાઈંદર પાલિકાના પાણી વિભાગના અધિકારી સુરેશ વાકોર્ડએ જણાવ્યું હતું કે અમને સ્ટેમ ઓથોરીટી પાસેથી ૮૬ મિલિયન લીટરને બદલે ૪૦ મિલિયન લીટર પાણી આપે છે. જ્યારે એમ.આઈ.ડી.સી. ૯૦ મિલિયન લીટર પાણી આપે છે. આ કારણસર પાણીનો કાપ કરાયો છે. જ્યાં સુધી વરસાદ નહિં આવે ત્યાં સુધી પાણીનો કાપ સહન કરવો પડશે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IvhPU1
via Latest Gujarati News
0 Comments