પોતાની ફિલ્મના પ્રમોશન દરમિયાન લોકો સાથે હળતી-મળતી અભિનેત્રીઓ વાસ્તવમાં ઘમંડી


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.  21 જૂન 2019, શુક્રવાર

મનોરંજન ઇન્ડસ્ટ્રીમાં કારકિર્દી જમાવવા સંઘર્ષ કરતી અભિનેત્રીઓ અને ત્યાર બાદ ટોચ પર પહોંચેતા જ તેમના સ્વભાવ, વાણી અનેવર્તનમાં ફરક આવી જવાની ચર્ચા સામાન્ય છે. આમાં મુખ્યત્વે કરીના, ઐશ્વર્યા, દીપિકા અને કેટરિના નામની ચર્ચા છે. 

કરીના બોલીવૂડની સૌથી સ્ટાઇલિશ અને ઘમંડી અભિનેત્રી કહેવાય છે. કહેવાય  છે કે, સફળતા મળ્યા બાદ તેનામાં સ્ટારડમનો ઘમંડ આવી ગયો છે. તે  શૂટિંગ કરતી હોય ત્યારે તે ઇચ્છતી હોય છે સેટ પર તેના કરતા વધુ કોઇને ભાવ મળવો જોઇએ નહીં.

કેટરિના કૈફ સલમાન સાથે હોય છે ત્યારે લોકો સાથે હળવી રહેવાના પ્રયાસ કરતી હોય છે. પરંતુ કહેવાય છે કે, તે પહેલા કરતાં વધુ ઘમંડી થઇ ગઇ છે અને જલદી કોઇને દાદ આપતી નથી. 

પોતાની બહેતરીન અદાકારીથી બોલીવૂડના માંધાતાઓના અને દર્શકોના દિલ જીતનારીદીપિકા પદુકોણ પણ આ યાદીમાં આવે છે. મનોરંજનની દુનિયામાં દીપિકાની નજીક રહેતા લોકોના પ્રમાણે તેનામાં સફળતાનો નશો આવી ગયો છે. તે સેટ પર ઘણી વખત નખરા કરીને દિગ્દર્શકને હેરાન કરતી હોય છે, તેમ જ ઘણી વખત શૂટિંગ પર પણ આવતી નથી. તેને વારંવાર મનાવવી પડતી હોય છે. તેનામાં સ્ટારડમનો ગર્વ આવી ગયો છે. 

૧૯૯૪માં મિસ ઇન્ડિયા અને વિશ્વસુંદરીનો ખિતાબ જીતનારી ઐશ્વર્યા રાય આજે પહેલા જેવી હળવી રહી નથી. તે સેટ પર કોઇની સાથે વ્યવસ્થિત રીતે વાત કરતી નથી તેમજ કોઇની સાથે હળીમળીને રહેતી નથી. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Y3xrV9
via Latest Gujarati News

Post a Comment

0 Comments