
મુંબઇ, તા. 27 જૂન 2019, ગુરુવાર
ટી.બી. (ક્ષયરોગ)ના રોગને નિયંત્રણમાં લાવવા માટે સફળ થયેલી મહારાષ્ટ્ર સરકારનો દાવો પોકળ નીકળ્યો છે. મહારાષ્ટ્રમાં વર્ષભરમાં ક્ષયરોગના દરદીની સંખ્યા ૧૭ હજાર વધારો થયો હોવાથી ચોંકાવનારી માહિતી પ્રકાશમાં આવી છે.
સંસદમાં દેશભરમાં ક્ષયરોગના દરદીઓના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. આ આંકડાવારી અનુસાર મહારાષ્ટ્રમાં ૨૦૧૭માં ૧ લાખ ૯૨ હજાર ૪૫૮ દરદી મળી આવ્યા હતા. વર્ષ ૨૦૧૮માં આ સંખ્યામાં ૧૭ હજારનો વધારો થઇને ૨ લાખ નવ હજાર ૫૭૪ દરદી થયા છે. ક્ષયરોગના દરદીમાં સૌથી વધુ સંખ્યા દેશમાં ઉત્તર પ્રદેશ બાદ મહારાષ્ટ્રનો નંબર છે.
ટી.બી. પર ઉત્તમ ઉપચાર માટે મુંબઇ સંપૂર્ણ દેશમાં પ્રસિદ્ધ છે. આથી સારો ઉપચાર મળે એટલે દેશના ખૂણેખૂણેથી લોકો મુંબઇમાં લોકો ઉપચાર માટે આવતા હોવાથી મહારાષ્ટ્રમાં ક્ષયરોગના દરદીઓના આંકડામાં વધારો થયો હોવાનું આરોગ્ય વિભાગે દાવો કર્યો છે.
ખાનગી હોસ્પિટલમાં ઉપચાર માટે જનારા દરદી નોટીફાઇ કરવામાં અમે સર્વ પ્રથમ શરૂઆત કરી છે. તે પ્રમાણે ક્ષયરોગને શોધી કાઢીને તેના પર ઉપચાર કરવા બાબતે કેન્દ્ર સરકારે અનેક યોજના તૈયાર કરી છે.
ટી.બી.ના દરદીઓને શોધવા માટે દર વર્ષે ત્રણ વિશેષ જનજાગૃતિ હાથ ધરાઇ છે. આ વર્ષે એપ્રિલ મહિના ખાસ જનજાગૃતિ હાથ ધરાઇ હતી. ૨૧૦૦ ટી.બી.ના દરદી મળી આવ્યા હતા. આ દરદીઓને ક્ષયરોગ થયો હતો. પણ આ દરદીને તેની માહિતી ન હતી, એવું મહારાષ્ટ્રના આરોગ્ય કમિશનર અનુપકુમાર યાદવે જણાવ્યું હતું.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2RDdXV8
via Latest Gujarati News
0 Comments