
મુંબઇ, તા. 27 જૂન 2019, ગુરુવાર
મુંબઈ પોલીસ ફોર્સના કોન્સ્ટેબલ મુરલીધર શ્રાવણ જાધવે છેલ્લા ૧૧ વર્ષમાં ચાર હજાર ઝેરી અને બીનઝેરી સા પકડવાનો અનોખો વિક્રમ કર્યો છે. આટલી મોટી સંખ્યામાં સાપ પકડીને અનેક લોકોના જીવ બચાવ્યા છે.
અત્યારે પોલીસના સેન્ટ્રલ કન્ટ્રોલ રૂમમાં ફરજ બજાવતા મુરલીધર જાધવે મુંબઈ અને થાણે જિલ્લામાં અનેક સર્પ પકડયા હતા.
જાધવને આ કામગીરી બદલ બોમ્બે હાઇ કોર્ટે ખાતે ૨૦૧૬માં માનદ વન્યજીવ અધિકારી તરીકે નિયક્ત કરવામાં આવ્યા હતા. તાજેતરમાં જ મુંબઈના પોલીસ કમિશનર સંજય બળેે તેમનું સન્માન કરી ૧૦ હજાર રૂપિયાનું ઇનામ આપ્યું હતું.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Lj2Ijw
via Latest Gujarati News
0 Comments