
- પરપ્રાતીય ભીખારીઓ વતનમાં નિયમિત મનીઓર્ડર કરે છે નવી પેઢીના માગણો મોબાઇલ વાપરવા માંડયા છે
મુંબઇ, તા. 27 જૂન 2019, ગુરુવાર
ભીખ માગવાનો ધંધો હવે તો એવો કસરાદ બની ગયો છે કે ભીખની આવકનું ટર્નઓવર ૧૦૦ કરોડની આસપાસ પહોંચી ગયું છે એવું એક બિનસત્તાવાર સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું.
મુંબઇ જેવા મેટ્રોપોલિટન સિટીમાં જોવાલાયક સૃથળો, દરિયા કિનારાઓ, ધાર્મિક સૃથળો અને ખાસ તો દક્ષિણ મુંબઇની સ્ટાર હોટલો જ્યાં મોટી સંખ્યામાં વિદેશી પર્યટકોની અવરજવર રહેલી હોય છે ત્યાં બેસતા ભીખારીઓ રોજ હજારો રૂપિયાની કમાણી કરી લે છે.
સિદ્ધિવિનાયક મંદિર, મહાલક્ષ્મી મંદિર, હાજીઅલી, માહિમ દરગાહ, મુંબઇના મહત્વના રેલવે સ્ટેશનો પર ભીખ માગતા માગણો માટે આ એક કસદાર ધંધો બની ગયો છે. પરપ્રાંતીય માગણો અહીં જે કમાણી થાય તે મનીઓર્ડરથી પોતાના વતનમાં મોકલે છે. મુમ્બ્રામાં આ રીતે પૈસા મોકલવા માટેની વ્યવસૃથા છે. એવું જાણવા મળ્યું છે.
તૃતીયપંથીઓ સબર્બન ટ્રેનોના પેસેન્જરો પાસેથી ભીખરૂપે મોટી રકમ પડાવે છે. આમાં આશ્ચર્યકારક બાબત એ છે કે ભીખની કસદાર આવક રળવા માટે કેટલાક યુવાનો તૃત્યીપંથીના વેશમાં ભીખ માગતા હોય છે. તાજેતરમાં જ અસલી વ્યંડળોએ આવા નકલી વ્યંડળોને પકડીને મેથી પાક ચખાડયો હતો.
મુંબઇની બહારના તીર્થસૃથાનોએ પણ ભીખારીઓ રોજ ધીંગી આવક રળે છે. નાશિક ગંઘાધળ પાસે ભીખ માગી માગીને બે પાંદડે થયેલા કેટલાક ભીખારીઓ તો હવે ૧૨ ટકાના વ્યાજે પૈસા ધીરવા લાગ્યા છે. કેટલાક ભીખારીઓની પાસે કાર અને રીક્ષા પણ છે જે ભાડે ફેરવે છે. અમુક ભીખારીઓ પાસે તો પોતાના ઘરના ઘર અને રો-હાઉસ પણ છે, એમ એક મરાઠી દૈનિકના અહેવાલમાં જણાવાયું હતું.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XaPa0B
via Latest Gujarati News
0 Comments