જંતુરહિત કરવા ૨ લાખ ૪૭ હજાર અગ્નિશમન દળે કેમિકલ્સનો છંટકાવ કર્યો



(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ તા.29 એપ્રિલ, 2020, બુધવાર

શહેરમાં કોરોનાના રોગચાળાને ફેલાતો અટકાવવા માટે મુંબઇ મહાનગર પાલિકાએ પ્રભાવી પ્રતિબંધાત્મક કાર્યવાહી સતત કરી રહી છે. આ કાર્યવાહીના  અંતર્ગત મુંબઇ અગ્નિશમન દળે શહેરભરની ત્રણ હજારથી વધુ ઇમારતો તથા પરિસરને જંતુરહિત કરવા સોડિયમ હાઇપોકલોરાઇટ દ્રાવણનો છંટકાવ  સાર્વજનિક આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ કર્યું છે. આજ સુધી લગભગ ૨ લાખ ૪૭ હજાર લીટર દ્રાવણનો છંટકાવ કર્યો હોવાનો દાવો અગ્નિશમન દળના ચીફ  ફાયર ઓફિસર રહાન્દળેએ કર્યો છે.

જે ઇમારત કે પરિસરમાં કોરોનાના દરદી મળી આવ્યા બાદ ત્યાં જંતુરહિત કરવા માટે અગ્નિશમન દળ થકી સોડિયમ હાયપો કલોરાઇટના દ્રાવણનો છંટકાવ ગત એક  મહિનાથી શરૃ કર્યું હોવાનું તેમણે જણાવ્યંી હતું.

આ સિવાય જે હોસ્પિટલમાં કોરોનાના દરદીઓ તબીબી સારવાર માટે દાખલ છે એવી હોસ્પિટલમાં પણ એકાંતરે નિયમિત  દ્રાવણનો છંટકાવ કરવામાં આવે છે. એવું તેમણે ઉમેર્યું હતું.

આ કાર્યવાહી માટે ૩૨ ટુકડીમાં કુલ ૧૬૦ જવાનો મળીને આ કાર્યવાહી હાથ ધરાય છે. આ છંટકાવ માટે અગ્નિશમન દળની ૧૭ ક્વિક રિસ્પોન્સ વ્હેકલ, ૯ મિસ્ટ ફલોઇંગ મશીન અને ૬ બૂમ મિસ્ટ મશીનનો ઉપયોગ કરાયો હતો.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35lzpVA
via Latest Gujarati News

Post a Comment

0 Comments