
મુંબઈ, તા. 29 એપ્રિલ, 2020, બુધવાર
મહારાષ્ટ્ર સરકારે તેના નવા સર્ક્યુલર (પરિપત્ર) માં જણાવ્યું છે કે હાઈડ્રોક્સી ક્લોરોક્વીન (એચસીક્યુ) દવા કોરોનાનાં તમામ ગંભીર દરદીઓને તથા ક્વોરેન્ટીન સેન્ટરોમાં સારવાર લેતાં દરદીઓને આપવી. સાથોસાથ સરકાર એવી ભલામણ પણ કરી છે કે એચસીક્યુ આ દરદીઓને આપતાં પહેલાં તબીબી નિષ્ણાતની સલાહ અને મંજુરી પણલેવી. તમામ તબીબી કર્મચારીઓને પણ આપવી.
આ નવા પરિપત્ર સાથે સરકારે પ્રોફાયલેક્ટિક નામની ગોળી ધારાવીમાંના તમામ કન્ટેનમેન્ટ ઝોનનાં રહેવાસીઓને આપવાની અગાઉની યોજના અટકાવી દીધી છે. આવી જાહેરાતથી થોડો વિવાદ પણ થયો હતો.
બીજી બાજુ એકઉચ્ચ સ્તરની સમિતિ મહારાષ્ટ્રમાં કોરોનાથી કેટલાં મૃત્યુ થયાં તેની તપાસ કરશે. જો કે આ સમિતિએ એવી ચેતવણી પણ આપી છે કે કોરોનાનાં સંપૂર્ણ લક્ષણો ધરાવતાં દરદીઓએને એચસીક્યુનો ડોઝ આઝીથ્રોમાયસીન નામની એન્ટિી બાયોટિક નામની ગોળીના મિશ્રણ સાથે આપવી. વળી, આ બંને દવા આપ્યા બાદ દરદીનું સુક્ષ્મ નિરીક્ષણ પણ કરવું, તેના શરીરમાં થતા ફેરફાર પર ધ્યાન રાખવું કારણ કે દરદીને કાર્ડિયાક ટોક્સિસિટી (હૃદયના સ્નાયુઓનું કદ વધી જવું) ની અસર પણ થઈ શકે છે.
રાજ્યના આરોગ્ય ખાતાનાં સૂત્રોએ એવી માહિતી આપી હતી કે શરૃઆતના તબક્કે કોરોનાના ૩૧ દરદીના મૃત્યુની ઘટનાની તપાસ થઈ (આ દરદીઓ પુણે યવતમાળ અને રત્નાગિરીમાં મૃત્યુ પામ્યા હતા) ત્યારે તેમાંના લગભગ ૩-૪ કેસમાં એચસીક્યુ સાથે અન્ય દવાનું મિશ્રણ આપવાથી તે દરદીઓને કાર્ડિયાક ટોક્સિસિટીની ગંભીર અસર થઈ હતી.
મહારાષ્ટ્ર સરકારના સર્ક્યુલરમાં જો કે એવી ભલામણ છેકે એચસીક્યુનો ઉપયોગ ફક્ત કોરોનાના શંકાસ્પદ દરદીઓ પૂરતો જ કરવો. ક્વોરેન્ટીન સેન્ટરોમાં તો ગંભીર અને મધ્યમ એમ બંને પ્રકારનાં દરદીઓ હોય છે. અમુક કિસ્સામાં તો તેમનું ટેસ્ટિંગ પણ થયું હોતું નથી, કે તેમનામાં લક્ષણો પણ જણાયાં હોતા નથી.
મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈમાં એચસીક્યુના ૭..૧૨ લાખ ડોઝનું વિતરણ પણ શરૃ કરી દીધું છે. એક ડોઝમાં ૬-૮ ગોળીહોયછે. આવો એક ડોઝ દર અઠવાડિયે લેવાનો હોય છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) ની ભલામણ મુજબ કોરોનાના ગંભીર દરદીને આવી એચસીક્યુનો ડોઝ આપવો, અને જ્યાં ગીચ વસતિ હોય ત્યાં પણ આપવો. જો કે કયા વિસ્તારમાં કોવીડ-૧૯ ના કેટલા દરદીઓ છે તેના આધારે પણ એચસીક્યુનો ડોઝનું વિતરણ થાય છે. અંધેરીના કે-વેસ્ટ વોર્ડમાં ૧૦૦૦થી ૫,૫૦૦ , વરલીના જી-સાઉથ વોર્ડમાંત્પણ ૧૦૦૦થી ૫,૫૦૦ ડોઝ જ્યારે અન્ય વોર્ડ્ઝમાં ૨૦૦૦ ડોઝનું વિતરણ થયું છે. વળી, જે હોસ્પિટલોમાં કોરોનાનાં દરદીઓ છે ત્યાં ૫૦૦૦ ડોઝનું વિતરણ થયું છે. આ ડોઝ ત્યાંના તબીબી કર્મચારીઓને પણ અપાય છે.
કેન્દ્ર સરકારની સલાહ મુજબ પાંચ સપ્તાહ પહેલા મુંબઈના તબીબી કર્મચારીઓએ એચસીક્યુના ડોઝ લેવાનું શરૃ કર્યું હતું. ત્રણ સપ્તાહ પહેલાં મુંબઈ પોલીસે પણ આ ડોઝનું વિતરણ કર્યું હતું. મુંબઈ પોલીસ અત્યાર સુધીમાં એચસીક્યુના ૧૫,૦૦૦ ડોઝનું વિતરણ કર્યું છે.
રાજ્ય સરકારના આરોગ્યખાતાના સચિવ ડો. પ્રદીપ વ્યાસેએવું જાહેરનામુ પણ જારી કર્યું છે કે ડોક્ટરોએ હૃદયરોગ, ડાયાબિટીસ,બ્લડપ્રેશર વગેરે જેવી બીમારી ધરાવતાં કોરોનાનાં દરદીઓને આ ડોઝ આપતાં પહેલા પૂરતી કાળજી લેવી. પૂરતી તબીબી ચકાસણી કરવી કે જેથી તે દરદીને કોઈ વિપરીતઅસર ન થાય. ઉપરાંત મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈમાં ૧૮ થી ૫૫ વર્ષની ઉંમર ધરાવતી વ્યક્તિઓના જૂથ પણ નક્કી કરાયાં છે. સરકારના પરિપત્ર મુજબ એચસીક્યુનો ડોઝ ૧૫ થી વધુ વરસની વયધરાવતાં કોરોનાનાં દરદીઓને જ આપવો. ઉપરાંત ક્વોરેન્ટીન સેન્ટરોમાંના દરદીઓને પણ આ ડોઝ આપવો પણ તેમને સતત ૧૪ દિવસ સુધી ક્વોરેન્ટીનમાં રાખવા. જો કે રાજ્ય સરકારની સર્ક્યુલરમાં કોઈ તારીખનો ઉલ્લેખ નથી, છતાં ડો.પ્રદીપ વ્યાસે કહ્યું છે કે હા, આવો પરિપત્ર જારી થયો છે.
સંસર્ગજન્ય રોગ નાબૂદી માટેનીસમિતિના ચેરમેન ડો. સુભાષ સાળુંખેએ એવી માહિતી આપી હતી કે કોરોનાનાં દરદીઓને અપાતી સારવારની માર્ગદર્શિકા વિશે સતત જાગૃતિ રખાય છે.આમ છતાં હાલના કટોકટીના તબક્કે કઈ દવા ઉપયોગી છે અને કઈ નથી તે વિશે કોઈ નક્કર અભ્યાસ નથી થયો. આમ છતાં દરદીઓની સારવાર પૂરી કાળજી સાથે થાય તેનું ધ્યાન પણ રખાય છે. ખાસ કરીને એચસીક્યુ સાથે અન્ય દવાના મિશ્રનો ડોઝ આપતાં પહેલાં પૂરતી તપાસ થાય છે.
મહારાષ્ટ્રમાં અને અન્ય રાજ્યોમાં કોરોનાનાં જે દરદીઓમાં મૃત્યુ થયાં છે.તેઓ ડાયાબિટીસ, હાયપર ટેન્શન સતત શરાબપાન તથા સ્થૂળતા વગેરે જેવી તકલીફથી પણ પીડાતાં હતાં એવી માહિતી પણ મળી છે. ઉપરાંત અમુક કેસમાં ઝાડા થઈ જવા તથા ગેસ્ટ્રો ઈન્ટેસ્ટાઈનલ (આંતરડામાં ગેસ-ચેપ ફેલાવાં) જેવી સમસ્યા પણ જોવા મળી છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2KKgNoL
via Latest Gujarati News
0 Comments