યુનિવર્સિટીની પરીક્ષાઓ પહેલી જુલાઈથી શરૂ થવાની શક્યતા



મુંબઈ,તા.29, એપ્રિલ, 2020, બુધવાર

 ડિગ્રી કાલેજના બીજા વર્ષ (એસવાય)નું આગામી શૈક્ષણિક વર્ષ પહેલી ઓગસ્ટથી શરૃ થશે. તો ડિગ્રીના પ્રથમ વર્ષના એડમિશન પહેલીથી ૩૧ આગસ્ટ દરમ્યાન કરી પહેલી સપ્ટેમ્બરથી વર્ગ શરૃ કરવા. તેની પરીક્ષા પહેલી જાન્યુઆરીથી ૨૫ જાન્યુઆરી, ૨૦૨૧ દરમ્યાન લેવી તો અંતિમ સત્રની પરીક્ષા પહેલીથી ૩૧ જુલાઈ, ૨૦૨૧માં લેવાશે. આથી આગામી શૈક્ષણિક વર્ષ સપ્ટેમ્બરથી જુલાઈનું રહેશે, તેવો પ્રસ્તાવ સમિતિએ માંડયો છે.

લોકડાઉનને લીધે દેશની તમામ યુનિવસટીની પરીક્ષા રખડી પડી છે. .આ પરીક્ષાઓ પહેલીથી ૩૧ જુલાઈ દરમ્યાન લેવી તેમજ અંતર્ગત મૂલ્યમાપન માટે આવશ્યક પ્રકલ્પ ૧૬ થી ૩૦ મે દરમ્યાન પૂર્ણ કરવા, એવી સિફારશ પરીક્ષા અને શૈક્ષણિક વર્ષ માટેનું ટાઈમટેબલ તૈયાર કરવા રચાયેલી સમિતિએ યુનિવસટી ગ્રાન્ટ કમિશન (યુજીસી)ને કરી છે. 

સમિતિએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે, ૧૫ મે સુધી ઈ-લનગના માધ્યમે વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવે ત્યારબાદ ૧૬ થી ૩૧ મે ઈ-લનગના માધ્યમે પ્રોજેક્ટ વર્ક, ઈ-લેબ, અભ્યાસક્રમની પૂર્તતા, અંતર્ગત મૂલ્યમાપન વગેરે બાબતો પૂર્ણ કરવી, એવું જણાવ્યું છે. ત્યારબાદ જૂન મહિનામાં ઉનાળા સત્રનું વેકેશન અને રજાઓ પૂરી થતાં પહેલીથી ૧૫ જુલાઈ દરમ્યાન ટમનલ સેમેસ્ટર પરીક્ષાઓ આયોજી તેનું પરિણામ ૩૧ જુલાઈ સુધીમાં જાહેર કરવું અને ૧૬ થી ૩૧ જુલાઈમાં ઈન્ટરમીડિએટ પરીક્ષા લઈ તેનું પરિણામ ૧૪ ઓગસ્ટ સુધીમાં જાહેર કરવાનું જણાવાયું છે.

પરીક્ષા લેતી વખતે યુનિવસટીઓએ એમસીક્યૂએસ, ઓએમઆર એક્ઝામ, ઓપન બૂક એક્ઝામ, પ્રકલ્પ આધારિત પરીક્ષા વગેરે વિકલ્પો સૂચવાયા છે. પરીક્ષા લેતી વખતે ૭૦થ૩૦ પદ્દતિનો ઉપયોગ કરવો. અર્થાત્ ૭૦ માર્કની પરીક્ષા યુનિવસટી લેશે તો ૩૦ માર્ક અંતર્ગત મૂલ્યમાપન પદ્ધતિએ આપવાના રહેશે. એક જ સમયે ઘણા વિદ્યાર્થીઓને ન બોલાવતાં દિવસમાં બે વાર એક ધોરણની પરીક્ષાનું આયોજન કરી શકાય. આ જ પદ્ધતિનો ઉપયોગ અંતિમ વર્ષની પરીક્ષા માટે પણ થઈ શકે છે.   




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VR0Gfs
via Latest Gujarati News

Post a Comment

0 Comments