નવી દિલ્હી, તા. 28 જુલાઈ 2019, રવિવાર
જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાબળોની 100 વધારાની કંપનીઓ તૈનાત કરવાના નિર્ણયના કારણે એવી અટકળોને વેગ મળ્યો હતો કે, મોદી સરકાર કાશ્મીરમાંથી કલમ 35 એ નાબૂદ કરવા માંગે છે.
જોકે હવે આ અટકળો પર પૂર્ણવિરામ લાગી ગયુ છે.કેન્દ્ર સરકારના સૂત્રોનુ કહેવુ છે કે, પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ જમ્મુ કાશ્મીરમાં મોટો હુમલો કરવાની ફિરાકમાં હોવાના ઈનપુટ મળ્યા હોવાથી આ વધારાની કંપનીઓને તૈનાત કરવામાં આવી છે.આ કંપનીઓમાં સીઆરપીએફની 50, બીએસએફની 10, એસએસબીની 30 અને આઈટીબીપીની 10 કંપનીઓનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, આ કંપનીઓ તૈનાત કરવાની જાહેરાત બાદ કાશ્મીરના સ્થાનિક રાજકીય પક્ષોએ ભય વ્યક્ત કર્યો હતો કે, સરકાર કાશ્મીરને અલગ દરજ્જો આપતી કલમ નાબૂદ કરવાના ભાગરુપે આ કવાયત કરી રહી છે.બીજી તરફ ભાજપે આ આક્ષેપને બીનજરુરી ઉશ્કેરણી કહીને ફગાવી દીધો હતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ZfXB7R
via Latest Gujarati News
0 Comments