મોબ લિન્ચિંગના નામે હિન્દુઓને બદનામ કરાઈ રહ્યા છે: RSS

નવી દિલ્હી, તા. 28 જુલાઈ 2019, રવિવાર

મોબ લિન્ચિંગની આગળ ધરીને હિન્દુ ધર્મ અને સંસ્કૃતિને બદનામ કરવા માટેનુ ષડયંત્ર રચવામાં આવ્યુ છે તેમ આરએસએસનુ કહેવુ છે.

મથુરામાં આરએસએસની ભારતીય સામાજિક સદભાવ સમિતિની બેઠક ચાલી રહી છે.જેમાં દરેક રાજ્યોમાંથી સંઘના પ્રતિનિધિઓ પહોંચ્યા છે.આ પ્રતિનિધિઓએ પોતાના રાજ્યોના અહેવાલને બેઠકમાં રજૂ કર્યો હતો.જેમાં પ્રચારકોએ મોબ લિન્ચિંગના નામે ખોટા અહેવાલો રજૂ કરાઈ રહ્યા હોવાની પણ વાત કરી હતી.

સંઘના પદાધિકારીઓએ કહ્યુ હતુ કે, પહેલા પણ એવી ઘઠનાઓ બની છે જેમાં માત્ર માહોલ બગાડવા માટે કોઈ પણ પ્રકારના ઝઘડાને મોબ લિન્ચિંગમાં ખપાવી દેવામાં આવ્યો હોય અને બાદમાં પોલીસ તપાસમાં કંઈક અલગ જ કારણ બહાર આવ્યુ હોય.

સંઘના આગેવાનોએ કહ્યુ હતુ કે, ઉત્તરપ્રદેશમાં પણ આવા કિસ્સા સામે આવી ચુક્યા છે.હિન્દુ સંસ્કૃતિને બદનામ કરવા માટે આ પ્રકારના ખોટા મામલા ઉછાળવામાં આવી રહ્યા છે અને તેને સોશ્યલ મીડિયા પર રજૂ કરાઈ રહ્યા છે.સંઘના કાર્યકરોએ સમાજના દરેક વર્ગ વચ્ચે જઈને આ કાવતરા અંગે લોકોને માહિતગાર કરવાની જરુર છે.




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OwWe3U
via Latest Gujarati News

Post a Comment

0 Comments