આ સ્થળેથી મળ્યુ ડાયનાસોરનુ 14 કરોડ વર્ષ જુનુ વિરાટકાય હાડકું

 પેરીસ, તા. 28 જુલાઈ 2019, રવિવાર

કરોડો વર્ષ પહેલા વિશાળકાય ડાયનાસોરનુ પૃથ્વી પર સામ્રાજ્ય હતુ તેનો વધુ એક પૂરાવો મળ્યો છે.

ફ્રાન્સના ચારેંટે વિસ્તારમાં ખોદકામ દરમિયાન ડાયનાસોરનુ એક હાડકુ મળી આવ્યુ છે.જે 14 કરોડ વર્ષ જુનુ હોવાનુ મનાય છે.આ હાડકુ શાકાહારી ડાયનાસોરની પ્રજાતિનુ છે.જે સૌથી વિરાટકાય ડાયનાસોરની પ્રજાતિઓ પૈકીની એક હતી.

નેશનલ મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રીની ટીમ દ્વારા હાથ ધરાયેલા ઉત્ખનનમાં અત્યાર સુધીમાં 7500 હાડકા મળી ચુક્યા છે.અહીંયા 2010થી સંશોધકોની ટીમ ખોદકામ કરી રહી છે.જે હાડકા મળ્યા છે તે ડાયનાસોરની અલગ અલગ 40 જેટલી પ્રજાતિઓના હોવાનુ પણ અનુમાન છે.




from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2K0qVKt
via Latest Gujarati News

Post a Comment

0 Comments