કર્ણાટક: સ્પીકરે કોંગ્રેસ-JDSના 14 બાગી ધારાસભ્યને અયોગ્ય ઠેરવ્યા

બેંગાલુરુ, તા. 28 જુલાઈ 2019 રવિવાર

કર્ણાટકમાં તમામ 14 બાગી ધારાસભ્યોની સદસ્યતા રદ કરી દેવાઈ છે. સ્પીકર આર રમેશ કુમારે કોંગ્રેસના 11 બાગી ધારાસભ્યો અને જેડીએસના 3 બાગી ધારાસભ્યોની સભ્યતા રદ કરવાનું એલાન કર્યુ. નિર્ણય બાદ સ્પીકર રમેશ કુમારે કહ્યુ કે હુ કોઈ ચાલાકી કે ડ્રામા નથી કરતો પરંતુ સૌમ્ય રીતે નિર્ણય લીધો છે. 

સ્પીકર રમેશ કુમારે કોંગ્રેસના બૈરાઠી બસવરાજ, મુનિરત્ન, એસટી સોમશેખર, રોશન બેગ, આનંદ સિંહ, એમટીબી નાગરાજ, બીસી પાટીલ, પ્રતાપ ગૌડા પાટીલ, ડૉ. સુધાકર, શિવરામ હેબ્બાર, શ્રીમંત પાટીલને અયોગ્ય કરાર દીધા.આ સિવાય જેડીએસના ત્રણ બાગી ધારાસભ્યો કે. ગોપાલૈયા, નારાયણ ગૌડા, એ એચ વિશ્વનાથને અયોગ્ય કરાર દીધા હતા.

અગાઉ સ્પીકર રમેશ કુમારે ત્રણ ધારાસભ્યોને અયોગ્ય કરાર દીધા હતા. 14 ધારાસભ્યોને અયોગ્ય કરાર દીધા બાદ હવે કુલ 17 ધારાસભ્યને અયોગ્ય કરાર આપી દેવાયા છે. સ્પીકર રમેશ કુમારના આ નિર્ણય બાદ વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા 207 વધી છે. એટલે કે બહુમત માટે 105 જાદુઈ આંકડા હશે. 

લાંબા સમય સુધી ચાલેલા રાજકીય નાટક બાદ ગુરુવારે કર્ણાટક વિધાનસભાના ત્રણ બાગી ધારાસભ્યોને અયોગ્ય કરાર દીધા હતા. આ ધારાસભ્યોમાં આર. શંકર, રમેશ જરકિહોલી અને મહેશ કુમથલ્લીના નામ છે. બાકી 14 બાગી ધારાસભ્યોના રાજીનામા પર સ્પીકર રમેશ કુમારે કહ્યુ હતુ કે મારી પાસે કેટલીક ફરિયાદો છે. મને નિર્ણય લેવા માટે સમય જોઈએ. આવા કેસની સ્ટડી કરવી પડે છે. જે બાદ રવિવારે એક પ્રેસ કૉન્ફરન્સ કરીને સ્પીકર રમેશ કુમારે બાકી 14 ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરવાનો નિર્ણય કર્યો છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2K6xQAE
via Latest Gujarati News

Post a Comment

0 Comments