ભારતની ઈરાનને અપીલ, ત્રણ ભારતીય ક્રૂ મેમ્બરને જલ્દીથી છોડવામાં આવે

 તહેરાન, તા. 28 જુલાઇ 2019, રવિવાર

તાજેતરમાં ઇરાને જપ્ત કરેલા એક ઓઈલ ટેન્કરમાં સવાર નવ ભારતીય ક્રૂ મેમ્બરને છોડી દેવામાં આવ્યા છે. જે જલ્દીથી વતનમા પરત ફરશે પરંતુ હજુ પણ ત્રણ ભારતીય ક્રૂ મેમ્બર તેમના કબ્જામાં છે. ભારત સરકારે અપીલ કરી છે કે, આ ત્રણ ક્રૂ મેમ્બરને જલ્દીથી છોડી દેવામાં આવે. 

ઇરાની કોસ્ટગાર્ડે 13 જુલાઇના રોજ મધ્ય અમેરિકાના પનામા ગણરાજ્ય દેશના 'એમટી રિયાહ' ના ઓઈલ ટેન્કરને જપ્ત કરી લીધુ હતુ. ઇરાને એમટી રિયાહ પર પ્રતિબંધિત ઇંધણની ચોરીના કરવાના આક્ષેપ લગાડ્યા હતા. આ ટેન્કરમાં 12 ભારતીય ક્રૂ મેમ્બર સવાર હતા. 

ભારતીય વિદેશ પ્રવક્તા રવિશ કુમારના જણાવ્યા અનુસાર, ઇરાને એમટી રિયાહમાં સવાર 12માંથી 3 ભારતીય નાગરીકોને છોડી દીધા છે. છોડી દેવામાં આવેલા ક્રૂ મેમ્બર રસ્તામાં છે અને જલ્દીથી ભારત પરત ફરશે. ઈરાની અધિકારીઓએ બાકીના 3 ક્રૂ મેમ્બરને છોડી દેવાની અપીલ કરી છે. એમને કેમ છોડવામાં નથી આવ્યા, તેનો જવાબ હજુ સુધી મળ્યો નથી. 

ઉલ્લેખનીય છે કે, ઇરાને આ જ ક્ષેત્ર પરથી 19 જુલાઇના રોજ બ્રિટનના ઓઈલ ટેન્કર 'સ્પેરો ઇંપેરો'ને પણ જપ્ત કરી લીધુ હતું. આ ઓઈલ ટેન્કર પર 23 ક્રૂ મેમ્બર સવાર હતા, જેમાંથી 18 ભારતીય નાગરિકો હતા. ભારતને એના નાગરિકો માટે કાઉન્સેલર એકસેસ આપવામાં આવ્યો છે. વિદેશ રાજ્ય મંત્રી મુરલીધરનના જણાવ્યા અનુસાર, બ્રિટીશ ઓઈલ ટેન્કરમાં સવાર ભારતીય નાગરીકોને છોડાવવા માટે ઇરાન સાથે વાતચીત ચાલી રહી છે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LKZuXc
via Latest Gujarati News

Post a Comment

0 Comments