બિહારમાં ચમકી તાવ બાદ પૂરનુ તાંડવ, 127 લોકોના મોત

નવી દિલ્હી, તા. 28 જુલાઈ 2019, રવિવાર

ચમકી તાવ બાદ હવે પૂરની આફતે બિહારમાં હાહાકાર મચાવ્યો છે. બિહારના સંખ્યાબંધ જિલ્લાઓમાં પૂરના પાણી તાંડવ મચાવી રહ્યા છે.

અત્યાર સુધીમાં બિહારમાં 127 લોકોના પૂરના કારણે મોત થયા છે, અને 82 લાખ જેટલા લોકોને પૂરની અસર થઈ છે. પૂરના કારણે સમસ્તીપુર અને દરભંગા વચ્ચે ટ્રેનોની અવર જવર રોકી દેવામાં આવી છે. 13 જિલ્લાઓ પૂરથી ભારે પ્રભાવિત છે. રસ્તાઓ અને ખેતરો પાણી નીચે ગરકાવ થયેલા છે. ઘરોની અંદર પાણી છે અને બજારો બંધ છે. લોકોએ ઉંચાણવાળા વિસ્તારો પર આશરો લીધો છે.

બિહારમાં બાગમતી, બૂઢી, કમલા બલાના અધવારા જેવી નદીઓ ખતરાના નિશાનની ઉપર વહી રહી છે. કોસી નદીની સપાટીમાં ઘટાડો થયો છે, પણ હજી પણ તેના કારણે પૂરનો ખતરો યથાવત છે. કોસીના કિનારે આવેલા લોકો પોતાના ઘરો છોડી રહ્યા છે.

એનડીઆરએફની 27 ટીમો બચાવ કાર્ય ચલાવી રહી છે. 13 જિલ્લાઓમાં લોકો માટે 888 સામૂહિક રસોડા ઉભા કરાયા છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YrcBP4
via Latest Gujarati News

Post a Comment

0 Comments