શ્રીનગર, તા. 28 જુલાઈ 2019 રવિવાર
જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લા નજીક રામબન અને રામસૂ વચ્ચે વિભિન્ન સ્થળો પર ભૂસ્ખલનના કારણે રાજમાર્ગ અવરોધિત થઈ ગયા છે. આ કારણથી હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો છે. રસ્તાની બંને બાજુ ગાડીઓની લાંબી લાઈન લાગી છે. ત્યાં ટ્રાફિક જામમાં ફસાયેલા મુસાફરો પરેશાન થઈ રહ્યા છે. ભૂસ્ખલનના કારણે રાજમાર્ગ પર અવરજવર ઠપ થઈ ગઈ છે.
દેશને કાશ્મીરની સાથે જોડનાર જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ જેને કાશ્મીરની લાઈફ લાઈન પણ કહેવામાં આવે છે પરંતુ લગબગ ત્રીસ કિલોમીટરની યાત્રા જોખમભરી માનવામાં આવે છે. જોકે રામબનથી બનિહાલ સુધી આ ભાગમાં પહાડોથી જગ્યા-જગ્યા પથ્થર પડતા રહ્યા છે.
ત્યાં આ માર્ગ પર 80 ટકાથી વધારે માર્ગ દુર્ઘટના થાય છે. રસ્તા પર પથ્થર પડવાથી કેટલીક વાર બે દિવસ સુધી રસ્તા બંધ થઈ જાય છે. રામબનથી બનિહાલ વચ્ચે રામસૂમાં રસ્તાની હાલત સૌથી વધારે ખરાબ છે. વધારે સમય અહીંથી વાહનોને એક બાજુ રોકીને બીજી બાજુ ગાડીઓને રવાના કરવા પડે છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2K7dG9D
via Latest Gujarati News
0 Comments