
મુંબઈ, તા.29 એપ્રિલ, 2020, બુધવાર
મિલકત ખરીદી બજારને જીવંત કરવાના પ્રયાસમાં રાજ્ય સરકારે બિલ્ડરોને નવી રાહત આપી છે. વધુ બિલ્ડરો હવે તેમની મિલકતનું સરકાર પાસે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકશે. સરકારે ઈ-રજિસ્ટ્રેશન માટેની શરતો હળવી કરી છે.
ઈન્સ્પેક્ટર જનરલ ઓફ રજિસ્ટ્રેશન ઓમપ્રકાશ દેશમુખે જારી કરેલા પરિપત્રમાં જણાવ્યા મુજબ હવે ૨૦ કે એથી વધુ દસ્તાવેજો રજિસ્ટર કરનાર પણ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકશે. મહારાષ્ટ્રમાં ૨૦૧૨થી પ્રોપર્ટી ડીડનું ઈ-રજિસ્ટ્રેશન થાય છે ત્યારે વેચાણના સોદાને લઈને નિયંત્રણો રખાયા હતા.
અગાઉ એક વખતે ૫૦૦ દસ્તાવેજ રજિસ્ટર કરે એવા બિલ્ડરોને જ ઈ-રજિસ્ટ્રેશનનો વિકલ્પ હતો. હાલ રજિસ્ટ્રેશન ઓપિસો લોકડાઉનને લીધે બંધ છે. ખુલ્યા પછી પણ સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવા ઓફિસમાં આવતા લોકોની સંખ્યા પર નિયંત્રણ લદાશે. આટલા લાંબા સમય સુધી નિયંત્રણ લાદવાથી રાજ્યની મહેસૂલ પર અવળી અસર થશે. આવી ઓનલાઈન રજિસ્ટ્રેશને પ્રોત્સાહન આપવું જરૃરી હતું, એમ વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
જોકે ઓનલાઈન રજિસ્ટ્રેશન બિલ્ડર અને પ્રથમ ખરીદદાર વચ્ચે જ ઉપલબ્ધ રહેશે. આમાં મિલકત સંબંધી માહિતી ચકાસવાનું સરળ પડે છે. ત્યારબાદ વસ્તુ ગૂંચવણભરી થાય છે. એમ એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. વિકાસકોએ આ નિર્ણયને આવકાર્યો છે.
લોકડાઉનમાં મિલકત બજારને બહુ મોટો ફટકો પડયો છે. ગત એક મહિનાથી મિલકતના કોઈ સોદા જ પાર નથી પડયા માર્ચમાં જ સરકારની સ્ટેમ્પ ડયુટી અને રજિસ્ટ્રેશનની રૃ.૧૬૦૦ કરોડની સંભવિત આવકની ખોટ ગઈ છે.
પરિપત્રક અનુસાર અરજીના ત્રણ દિવસમાં દસ્તાવેજનું પ્રોસેસિંગ થશે અને જોઈન્ટ રજિસ્ટ્રાર તેના માટે જવાબદાર રહેશે. સરકારે એવી પણ સ્પષ્ટતા કરી છે કે જેમના મોડેલ સેલ ડોક્યુમેન્ટ (મહારેરા અનુસાર) ઉપયોગમાં લેતા હશે માત્ર તેઓ ૨૦ ડોક્યુમેન્ટ સાથે પણ ઓનલાઈન રજિસ્ટર કરાવી શકશે. અન્યોએ ઓછામાં ઓછા ૫૦ દસ્તાવેજ રજિસ્ટર કરવા પડશે. બિલ્ડરોએ ડોક્યુમેન્ટ હેન્ડલિંગ ચાર્જ તરીકે એક દસ્તાવેજના રૃ.૧૦૦૦ એડવાન્સમાં ચૂકવવાના રહેશે અને નોન- રિફન્ડેબલ રહેશે. મહારેરા ટેમ્પલેટ વાપરનારાએ રૃ.૧૦ હજારની એડવાન્સ ડિપોઝિટ ભરવાની રહેશે અને અન્યોએ રૃ.૫૦ હજાર ભરવાની રહેશે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35hylBN
via Latest Gujarati News
0 Comments