લોકડાઉનમાં અંધેરીની બંધ કંપનીમાંથી સાત કરોડ રૂપિયાની મામમત્તા ચોરી કરનારા ગેંગ પકડાઇ



(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.29 એપ્રિલ, 2020, બુધવાર

લોકડાઉનના સમયમાં સોનાના દાગીના બનાવતી બંધ કંપનીની માહિતી મેળવીને ચોરી કરતી ગેંગને મુંબઇ પોલીસે ઝડપી લીધી છે. અંધેરીમાં આરોપીઓએ હિરા-સોનાના દાગીના સહિત અંદાજે સાત કરોડ રૃપિયાની માલમત્તાની ચોરી કરી હતી. પોલીસે ગણતરીના દિવસમાં આ કેસ ઉકેલી આરોપીને પકડીને સવા પાંચ કરોડ રૃપિયાની માલમત્તા જપ્ત કરી છે. આ ગુનામાં કંપનીનો કર્મચારી પણ સંડોવાયેલો હતો.

એમઆઇડીસી પોલીસે રાજકુમાર લુથરાની ફરિયાદને આધારે કેસ નોંધી આરોપી વિપુલ ચાબરિયા (ઉં.વ.૩૫), કંપનીના કર્મચારી દિમન ચૌહાણ (ઉં.વ.૩૨), વોચમેન મુન્નાપ્રસાદ ખૈરવાર (ઉં.વ.૪૯) તથા લક્ષ્મણ દંડૂ ઉર્ફે મચ્છી (ઉં.વ.૩૫), શંકર યેશ (ઉં.વ.૪૨), રાજેશ મારપકકા (ઉં.વ.૨૯), વિકાસ ચનવાટી (ઉં.વ.૨૪)ની ધરપકડ કરી વધુ તપાસ આદરી છે.

અંધેરી (પૂર્વ) એમઆઇડીસીમાં  લોકડાઉનમાં ફરિયાદીની કંપનીમાં છતમાં સિમેન્ટના છાપરા તોડીને અંદર ઘૂસીને કટરથી તીજોરી તોડીને હિરા-સોનાના દાગીના સહિત ૭,૦૯,૪૮,૯૯૨ રૃપિયાની માલમત્તા ચોરી કરવામાં આવી હતી.

આરોપીઓને પકડવા પોલીસની વિશેષ ત્રણ ટીમ બનાવવામાં આવી હતી. પોલીસે વસઇ, ગોરેગાવ, કુર્લા, પવઇ, અંધેરીમ  આરોપીઓને પકડવા ઝીણવટભરી તપાસ કરી હતી. છેવે પોલીસે ગણતરીના દિવસમાં આ કેસ ઉકેલી લીધો હતો.

આ ગુન ના મુખ્ય આરોપી વિપુલ ચાબરિયાને લોકડાઉનમાં જરૃરતમંદને જમવાના પેકેટ આપવાનો કોન્ટ્રેક્ટ મળ્યો હતો. તેણે લોકડાઉનમાં દાગીના બનાવતી બંધ કંપનીની માહિતી મેળવી હતી. પછી ફરિયાદીની કંપનીના કર્મચારી અને સિક્યુરિટીગાર્ડની મદદથી તેના સાથીદાર સાથે ચોરીનું કાવતરુ ઘડયું હતું.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35hQfo1
via Latest Gujarati News

Post a Comment

0 Comments