
મુંબઈ, તા.29 એપ્રિલ, 2020, બુધવાર
લોકડાઉનમાં તળ મુંબઈ અને ઉપનગરોના તમામ જિમ બંધ છે. જિમ ઈન્સ્ટ્રકટર કોઈના ઘરે પણ નથી જઈ શકતા. સામાન્ય સંજોગોમાં ફિટનેસ જાળવવા રોજ એકસરસાઈઝ કરતા આમ આદમીને લોકડાઉનના અસાધારણ સમયમાં આળસ ચડી જવી સ્વાભાવિક છે. કોઈ વન- રૃમ કિચનના ઘરમાં રહેતો હોય તો પણ એના માટે ઘરે એકસરસાઈઝ કરવી લગભગ અશક્ય છે. પરંતુ બોલીવુડની ૬૦ પ્લસ બ્રિગેડને એવી કોઈ ચિંતા નથી. એટલે અનિલ કપૂરથી લઈને અમિતાભ બચ્ચન સુધીના ફિલ્મ ઈન્ડસ્ટ્રીના વડીલો પોતાના ફિટનેસ રૃટીનમાં કોઈ બાંધછોડ નથી કરતા. ઉલ્ટાના, તેઓ લોકડાઉનમાં પુષ્કળ નવરાશ હોવાથી એકસરસાઈઝ માટે વધુ સમય ફાળવે છે.
૭૭ વર્ષના અમિતાભ પોતાના જુહુના બંગલામાં બનાવાયેલા હોમ જિમમાં નિયમિત વર્કઆઉટ કરે છે. જ્યારે ૬૩ વર્ષના ચિરયુવાન એક્ટર અનિલ કપૂર ટ્રેડ મિલ પર દોડીને અને વેઈટ લિફટીંગ કરીને ફિટનેસ વધારી રહ્યા છે. જ્યારે નિર્માતા- દિગ્દર્શક રાકેશ રોશમ હોમ જિમાં આયર્ન પમ્પિંગ કરવાનું ચુકતા નથી. યુએસમાં એક વર્ષ લાંબી સારવાર બાદ કેંસરમાંથી બેઠા થયેલા રિશી કપૂર પોતાની પત્ની નીતૂ કપૂરની જેમ યોગ તરફ વધુ ઢળ્યા છે. ૬૭ વર્ષના કપૂર યોગના ઓનલાઈન લેસન્સ લઈ એને અનુસરે છે.
સેલિબ્રિટીઝની જેમ એમના કુટુંબીઓ અને સ્વજનોને પણ ફિટનેસ રેજિમમાં ગળાડુબ રસ છે. તેઓ પણ પાકટ વયે ફિટ અને હેલ્ધી રહેવા તનતોડ મહેનત કરે છે. અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ હમણાં એક વીડિયો વાયરલ કર્યો હતો, જેમાં એના ૬૮ વર્ષના સાસુ વર્કઆઉટ કરતા નજરે પડે છે. આ સંબંધમાં મોડલ- અભિનેતા મિલિન્દ સોમણના ૮૧ વર્ષના માતુશ્રીએ બધાને પાછળ રાખી દીધા છે. તેઓ ૮૧ વર્ષની ઉંમરે પોતાની ૨૮ વર્ષની પુત્રવધુ જેટલી જ હોંશથી જોગિંગ કરે છે અને દોરડા કૂદે છે. મનમાં દ્રઢ સંકલ્પ કર્યો હોય તો ફિટનેસ જાળવવામાં ઉંમર કદી કોઈને બાધારૃપ નથી બનતી.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3f11zcF
via Latest Gujarati News
0 Comments