મુંબઇમાં વરસાદી માહોલ સાથે મેલેરિયા અને એચ1એન1નો રોગચાળોપણ ફેલાયો


મુંબઇ,તાઃ 6 જુલાઈ 2019, શનિવાર

મુંબઇના આંગણે વિલંબથી પધારેલી વર્ષા ઋતુ તેની સાથેરોગચોળો પણ લેતી આવી છે.૧-૨ જુલાઇ દરમિયાન મુંબઇમાં શ્રીકાર વર્ષા થઇહોવાથી ઘણા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયાં હતાં.ગંદકી અને કાદવ-કીચડપણ થયાં.પરિણામે શહેરમાં તાવ,માથું દુઃખવુંં, ઝાડા-ઉલટીકફ-શરદીના કેસ નોંધાયા હોવાનું જાણવા મળે છે.સાથોસાથ શહેરમાં મેલેરિયા,ડેન્ગીઅનેઇન્ફ્લુએન્ઝાએચ૧એન૧ વગેરેના કેસ પણ નોંધાયા હોવાનું જાણવા મળે છે.

જૂન મહિનામાં શહેરમાં ઇન્ફ્લુએન્ઝાના કુલ ૪૩ દરદીઓ નોંધાયા હતાં.

ચેમ્બુરની એક હોસ્પિટલના ડોક્ટરે એવી માહિતી આપી હતી કે છેલ્લાં થોડાં સપ્તાહ દરમિયાન મારી પાસે એચ૧એન૧ના ૧૨ કેસ આવ્યા હતા.હાલ હું એચ૧એન૧નાં પાંચ દરદીઓની સારવાર કરું છું.આ પાંચેય દરદીઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે.આમાંના બે દરદીઓની હાલત થોડી ચિંતાજનક પણ છે.એક દરદીને તો મગજની ગતિવિધની સમસ્યા પણ થઇ છે.

બીજીબાજુ મહાનગરપાલિકાની ચિંચપોકલીની હોસ્પિટલમાં પણ એચ૧એન૧ના બે દરદીઓ સારવાર લઇ રહ્યા છે. 

રાજ્ય સરકારના એપિડેમિયોલોજીસ્ટ ડો.પ્રદીપ આવટેએ એવી માહિતી આપી હતી કે મુંબઇમાં ચોમાસાના વરસાદી દિવસો શરૂ થયા હોવાથી આરોગ્યની સમસ્યા પણ શરૂ થાય તેવી ચિંતા છે.જોકે અમે દરદીઓને સમયસર અને યોગ્ય તબીબી સારવાર આપી રહ્યા છીએ.વળી,જરૂરી બધી તબીબી સુવિધા પણ રાખી છે.આમ છતાં દરદીએ જરાય બેકાળજી રાખ્યા વગર નજીકના ડોક્ટરની સલાહ લેવી જ જોઇએ.

૨૦૧૯ના પહેલા છ મહિનામાં રાજ્યમાં એચ૧એન૧નાં  કુલ ૧૮૦૦ દરદીઓ નોંધાયાં હતાં.વળી,૧૮૯ દરદીઓનાં મૃત્યુ પણ થયાં હતાં.આમાંનાં ૩૦૦ દરદીઓ મુંબઇનાં હતાં અને ત્રણ દરદીઓ પણ મુંબઇનાં જ હતાં.

એક હોસ્પિટલના ડોક્ટરે એવી માહિતી આપી હતી કે અમારી પાસેઅમુક એવાં દરદીઓ પણ આવે છે જેમને તાવ નથી હોતો પણ તેમનેગળામાં સખત દુઃખાવો થતો હોય છે અને સાથોસાથ શ્વાસની પણ તકલીફ થતી હોય છે.થોડા દિવસ પહેલાં એક મહિલા અમારી પાસે આવી હતી જેને ૮-૧૦ દિવસથી કફ હતો પણ તેને તાવ નહોતો.

અન્ય એક ડોક્ટરે પણ એવી માહિતી આપી હતી કે હાલ મુંબઇમાં એચ૧એન૧નો રાગચાળો ફેલાયો છે.ઉપરાંત,અમારી પાસે શ્વાસચ્છ્વાસની સમસ્યાવાળાં અને ડેન્ગી તથા મેલેરિયા જેવા ચેપી રોગનાં દરદીઓ પણ સારવારમાટે આવે છે. જોકે એક બાબત ધ્યાનમાં રાખવા જેવી છે કે શ્વાસની સમસ્યાવાળાં બધાં દરદીઓ એચ૧એન૧નાં દરદીઓ નથી હોતાં.

અન્ય નિષ્ણાત તબીબો પણ આવો જ અભિપ્રાય વ્યક્ત કરતાં કહે છે,ઘણાં દરદીઓનાં લક્ષણો એચ૧એન૧ જેવાં હોય છે પરંતુ ખરેકર તો તેમને ઇન્ફ્લુએન્ઝા બીનો ચેપ લાગ્યો હોય છે.એટલે આવાં દરદીઓની સારવાર કરતા ડોક્ટરોએ તેમના મેડિકલ રિપોર્ટનો સુક્ષ્મ રીતે અભ્યાસ કરવો જરૂરી છે.રિપોર્ટનું ખરા અર્થમાં અને સાચું અર્થઘયન કરવું જરૂરી છે.

બોરીવલીની એક હોસ્પિટલનાં મહિલા ડોક્ટરે પણ એવી માહિતી આપી હતી કે મેં છેલ્લા બે મહિના દરમિયાન એચ૧એન૧નાં કુલ ૨૫ દરદીઓની સારવાર કરી છે.હાલ શહેરમાં વરસાદી માહોલ સર્જાયો છે ત્યારે નાગરિકોએ મેલેરિયા અને ડેન્ગીની અસર ફેલાય તેવી શક્યતા છે.    



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JjzNKS
via Latest Gujarati News

Post a Comment

0 Comments