મુંબઈમાં આજથી ગેરકાયદે વાહન પાર્કિંગ કરનારને દસથી પંદર હજારનો દંડ થશે


મુંબઈ, તા. 6 જુલાઈ 2019, શનિવાર

પાર્કિંગ સ્થળ પાસેના એક કિમી પરિસરમાં ગેરકાયદે પાર્કિંગ કરવા પર વાહનમાલિક પાસેથી કુલ દસ હજાર રુપિયાનો દંડ વસૂલ કરવાનો નિર્ણય પાલિકા પ્રશાસને લીધો છે. આ નિર્ણયને સર્વપક્ષીય નગરસેવકોએ વિરોધ દર્શાવી પ્રસ્તાવમાં સુધારા કરવાની માગણી કરી હતી.

તે મૂજબલ હવે પાર્કિંગ લૉટથી ૫૦૦ મીટર પરિસર અને મહત્ત્વના રસ્તાઓને જોડતાં જંક્શન પર ગાડી ઊભી કરવા પર ગાડીના માલિકો પાસેથી કુલ દસ હજારથી પંદર હજાર રુપિયાનો દંડ વસૂલાશે તો ટૂવ્હિલરના માલિકો પાસેથી ૫ાંચહજારથી ૮,૩૦૦ સુધીની દંડની રકમ વસૂલાશે. આ નિયમ રવિવારથી અમલમાં મૂકાઈ રહ્યો છે. 

મુંબઈમાં ૧૪૬ સ્થળોએ ૩૪,૮૦૮ વાહનો પાર્ક કરવાની સુવિધા છે. છતાંય અનેક ઠેકાણે રસ્તા પરજ વાહનો ઊભા કરવામાં આવતાં હોવાથી મુંબઈમાં ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. આથી પાર્કિંગ સ્થળ પાસેનો એક કિમીનો પરિસર, બે મહત્ત્વના રસ્તાઓને જોડતો નાનો રસ્તો (જંક્શન) પણ 'નો પાર્કિંગ ઝોન' તરીકે જાહેર કરવાનો નિર્ણય પાલિકા પ્રશાસને લીધો હતો. પરંતુ પાર્કિંગસ્થળ માટે મહાપાલિકા દ્વારા વધુ એફએસઆઈ મેળનારા વિકાસકે જગ્યા વાપરી, પરંતુ પાર્કિંગ સ્થળ હજીયે પાલિકાના તાબામાં અપાયા નથી.

આથી પહેલાં તે પાર્કિંગ સ્થળો વિકાસકો પાસેથી પોતાના તાબામાં લેવાની સૂચના તમામ નગરસેવકોએ પાલિકાને કરી હતી. માત્ર પ્રશાસને એક કિમીને બદલે પાર્કિંગ સ્થળ પાસેના ૫૦૦ મીટરના પરિસરમાં પાર્કિંગની મનાઈ ફરમાવી છે. આ નિયમ સાતમી જુલાઈથી મુંબઈમાં લાગુ થઈ રહ્યો છે.

નો પાર્કિંગ ઝોનમાં ગાડી ઊભી રાખનારા વાહનમાલિક પાસેથી ટોઈંગ તેમજ દંડની રકમ પણ વસૂલવામાં આવશે, એવું બોર્ડ મુંબઈમાં સર્વત્ર લગાડવામાં આવશે. પરંતુ, વિકાસકોના તાબામાં રહેલાં પાર્કિંગ સ્થળ તાબામાં લેવા બાબતે પાલિકા પ્રશાસન કંઈ બોલી રહ્યું નથી. આ બાબતે નારાજગી વ્યક્ત કરી મહાસભામાં આ પ્રકરણે અવાજ ઉપાડવામાં આવશે, એવું વિરોધી પક્ષ નેતા દ્વારા વ્યક્ત કરાયું છે.  



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XuwjZB
via Latest Gujarati News

Post a Comment

0 Comments