તેલુગુ દેશમના 18 વિધાનસભ્યો ભાજપના સંપર્કમાંઃચંદ્રાબાબુ બે વર્ષમાં જેલભેગા થશે


મુંબઈ, તા. 6 જુલાઈ 2019, શનિવાર

જનતા દળ (સેકયુલર) અને કોંગ્રેસના ૧૧ વિધાનસભ્યોએ રાજીનામું આપવાના કારણે કર્ણાટકમાં રાજકીય ભૂકંપ એક તરફ આવ્યો છે ત્યાં જ ટુંક સમયમાં જ આંધ્ર પ્રદેશમાં રાજકીય ભૂકંપ થશે, એવા સ્પષ્ટ સંકેત ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સચિવ અને આંધ્રપ્રદેશના ઈન્ચાર્જ સુનીલ દેવધરએ આપ્યા છે. તેલુગુ દેશમના (ટીડીપી) ૧૮ વિધાનસભ્યો ભારતીય જનતા પાર્ટીના સંપર્કમાં હોવાનો દાવો સુનીલ દેવધરએ કર્યો છે.

આંધ્રપ્રદેશમાં માજી મુખ્યપ્રધાન અને ટીડીપીના સર્વેસર્વા ચંદ્રાબાબુ નાયડુ આવતા બે વર્ષમાં જેલભેગા થશે. ત્યારબાદ આંધ્રપ્રદેશમાં ભાજપ વિપક્ષ રહેશે. ટીડીપીના વિધાનસભ્યોને જાણકારી છે કે ભ્રષ્ટાચારમાં ડૂબેલા ચંદ્રાબાબુ ટુંક સમયમાં જ જેલમાં જશે.

ચંદ્રાબાબુ ઉપર ભ્રષ્ટાચારના ઘણા આરોપ છે. એમના મિત્રો તેમજ સગાવહાલાઓ પણ ભ્રષ્ટાચારમાં ડૂબી ગયા છે. આંધ્રપ્રદેશમાં હમણાં જ જે વિધાનસભા ચૂંટણીઓ થઈ એમનું વાઈએમઆર કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી અને જગતમોહન રેડ્ડી મુખ્યપ્રધાન બન્યા. ચંદ્રાબાબુ આ સુરક્ષામાં કટૌતી કરવામાં આવી હતી. આંધ્ર પ્રદેશમાં કુલ ૧૭૫ વિધાનસભ્યો છે અને ૨૩ વિધાનસભ્યો ટીડીપીના છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XxnbDw
via Latest Gujarati News

Post a Comment

0 Comments