કોંકણમાં ભારે વરસાદને લીધે મુંબઈ- ગોવા હાઈવે બંધ


મુંબઇ, તા. 6 જુલાઈ 2019, શનિવાર

કોંકણમાં આજે મુશળધાર વરસાદને કારણે મુંબઈ- ગોવા હાઈવે પરનો વાહન- વ્યવહાર અટકી ગયો હતો. સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે ખેડ, ચિપલૂણ અને ગુહાગારમાં મુશળધાર વરસાદને લીધે કેટલીક નદીઓમાં પૂર આવ્યા છે. આ પૂરના પાણી હાઈવે ઉપર ફરી વળતા સલામતીના કારણસર વાહન વ્યવહાર અટકાવી દેવામાં આવ્યો હતો. પરિણામે હાઈવેની બંને દિશામાં વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી.

મોજાની મજા લેવા ન જવાની ચેતવણીની અવગણના

મરીન ડ્રાઈવના દરિયામાં બે વ્યક્તિ તણાઈ ગઈઃ બાળકોને બચાવાયા

મુંબઈના મરીન ડ્રાઈવ પાસેના સમુદ્રમાં ડૂબી જવાથી બે વ્યક્તિના મૃત્યુ થયા હોવાની ઘટના આજે બપોરે બની છે. આ ઘટનાની માહિતી મળતા જ નૌકાદળ અને પોલીસના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તેમણે ત્યાં શોધખોળ આરંભી હતી.

આજે સવારથી વરસી રહેલા મુશળધાર વરસાદમાં મરિન લાઈન્સના સમુદ્ર કિનારે ગયેલા બે જણ ડૂબી ગયા હોવાની માહિતી સામે આવી હતી. આ બંને જણા મુંબઈના ક્યા ભાગના રહેવાસી તે હજી જાણી શકાયું નથી. સમુદ્રમાં આવેલી ભરતીને કારણે તેમને શોધવું મુશ્કેલ બની રહ્યું છે.

તે સિવાય આઠ વર્ષના એક છોકરાને પણ સમુદ્રમાંથી બચાવી લેવાયો છે અને સાહિલ ઝાકીર હુસૈન શેખ નામના ૧૪ વર્ષના બાળકને પણ કોલાબામાં ડૂબી જતા પહેલાં બચાવી લેવાયો હતો.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30gDw1g
via Latest Gujarati News

Post a Comment

0 Comments