નવી દિલ્હી, તા. 14 જુલાઈ 2019, રવિવાર
સમાજવાદી પાર્ટીના નેતા અને લોકસભા સાંસદ આઝમ ખાનની મુશ્કેલી ઘણી વધી ગઈ છે અને ગમે તે તેમની ધરપકડ થઈ શકે છે. પોલીસે જણાવ્યુ કે આઝમ ખાને બે ડઝનથી વધારે ખેડૂતોને કેટલાક દિવસો સુધી જબરદસ્તી ગેરકાયદેસર રીતે બંધક બનાવીને શોષણ કર્યુ હતુ તેમજ તેમની જમીન પડાવી લીધી હતી.
આઝમ ખાન વિરુદ્ધ જે ગુના નોંધાયેલા છે તે અનુસાર નકલી પેપર કરીને જમીન પર કબ્જો મેળવેલો છે.
રામપુરના અઝીમ નગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસ અનુસાર આઝમ ખાન અને તેમના નજીકના, પૂર્વ ડીએસપી આલેહસન ખાને દસ્તાવેજોમાં નકલી પેપર કર્યા અને સેંકડો કરોડ રૂપિયાની જમીનને આઝમ ખાને ખાનગી યુનિવર્સિટી મોહમ્મદ અલી જૌહર યુનિવર્સિટી માટે કબ્જો કર્યો.
રામપુરના એસપી અજય પાલ શર્માએ જણાવ્યુ કે આ બાબત 26 ખેડૂતોની ફરિયાદમાં કહેવામાં આવી છે કે આઝમ ખાન અને આલેહસનને જબરદસ્તી તેમને બંધક બનાવ્યા અને તેમની પર દબાણ કર્યુ કે તે નકલી દસ્તાવેજ પર પોતાની જમીનને વેચવા માટે હસ્તાક્ષર કરે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Sd9lW1
via Latest Gujarati News
0 Comments