બકરીના દૂધનો શિશુ આહાર હોય છે સારો

બજારમાં નાના બાળકો માટે વિવિધ પ્રકારનાં ડબ્બાબંધ શિશુ આહાર મળે છે. જેમાં બકરીના દૂધથી બનેલા ડબ્બાબંધ શિશુ આહારમાં પ્રિ બાયોટિક હોય છે જે બાળકને ચેપથી બચાવવામાં સક્ષમ હોય છે અને તેના પાચનતંત્ર માટે પણ બહુ જ ફાયદાકારક સાબિત થાય છે.


હાલમાં થયેલા રિસર્ચમાં સામે આવ્યું છે કે  પ્રિ બાયોટિક ભોજનમાં એવા તત્વ હોય છે જે આંતરડામાં રહેલા ફાયદાકારક સૂક્ષ્મ જીવો જેવાં કે બેક્ટેરિયા અને ફંગસને વધારવામાં મદદ કરે છે. આ અભ્યાસમાં ઓલિગોસેકરાઇડ્સ (એક પ્રકારનો કાર્બોહાઈડ્રેટ) પર ધ્યાન કેન્દ્રિત કરવામાં  આવ્યું હતું. આ એક પ્રકારનો છે જે બાયોટિક છે જે પેટમાં પહેલા રહેલા જીવાણુઓને બનવામાં મદદ કરે અને જોખમી જીવાણુઓ સામે રક્ષણ આપે છે

ઓસ્ટ્રેલિયાની આરએમઆઇટી યુનિવર્સિટીમાં કરાયેલા આ સંશોધનમાં જાણવા મળ્યું કે બકરીના દૂધના આહારમાં 14 પ્રકારના કુદરતી પ્રિ બાયોટિક ઓલિગોસેકરાઈડ્સ હાજર હોય છે. જેમાંથી પાંચ માતાના દૂધમાં પણ હોય છે.

યુનિવર્સિટીના પ્રોફેસર હરશરન ગિલ કહે છે કે આ રિસર્ચ એ તરફ ઈશારો કરે છે કે બકરીના દૂધથી બનેલા શિશુ આહારમાં પ્રિ બાયોટિક ઓલિગોસેકરાઈડ્સ પેટમાં સ્વસ્થ જીવાણુઓના વિકાસમાં ઘણું અસરકારક છે. શોધકર્તાઓને બે પ્રકારના ઓલિગોસેકરાઈડ્સ અને ફ્યૂકોસાઈલેટેડની જાણકારી મળી છે જે બકરીના દૂધના આહારમાં હાજર હોય છે.  જેમાંથી ફીકો સાયરી મા ફ્યૂકોસાઈલેટેડ માતાના દૂધમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે 

બ્રિટિશ જર્નલ ઓફ ન્યુટ્રીશનમાં પ્રકાશિત આ રિસર્ચમાં સૌપ્રથમ બકરીના દૂધના શિશુઆહારમાં ઓલિગોસેકેરાઈડ્સની વિવિધતા અને માતાના દૂધથી સાથે તેની સમાનતાની વાત સામે આવી હતી.



from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XJaBWW
via Latest Gujarati News

Post a Comment

0 Comments