વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે માનવ આંતરડામાં રહેતી અક્કરમેન્સિયા મ્યૂસિનીફિલા જીવાણુઓની પ્રજાતિનો પાસ્ચુરીકરણના રૂપમાં ઉપયોગ થાય તો તે વિવિધ હૃદય રોગના જોખમો સામે રક્ષણ પુરું પાડી શકે છે.

નેચર મેડિસિન નામના મેગેઝિનમાં પ્રકાશિત લેખમાં કહેવાયુ છે કે લૌવેન યુનિવર્સિટીની રિસર્ચ ટીમે માનવ શરીરમાં પ્રભાવી બેક્ટેરિયા પર અભ્યાસ કર્યો છે. જેમાં તેમણે 42 લોકોનું લિસ્ટ બનાવીને 32 લોકો પર અભ્યાસ કર્યો હતો. રિસર્ચર્સે મેદસ્વી લોકોને અક્કરમેન્સિયા આપ્યો, આ બધામાં ડાયાબિટીસ ટાઈપ 2 અને મેટાબોલિક સિન્ડ્રોમ જોવા મળ્યાં એટલે કે આમનામાં હૃદયની બીમારીઓને લગતા જોખમો હતા.
ભાગ લેનારાઓને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યાં - એક જેમણે જીવંત બેક્ટેરિયા લીધા, બે - જેમણે પાસ્ચુરીકૃત બેક્ટેરિયા લીધા - આ બંને સમૂહોના સભ્યોને પોતાની ખાણી-પીણી અને શારીરિક ગતિવિધિઓાં પરિવર્તન કરવાનું કહેવામાં આવ્યું. તેમને અક્કરમેન્સિયા ન્યૂટ્રીશનલ સપ્લીમેન્ટ તરીકે આપવામાં આવી હતી. આ લોકોએ ત્રણ મહીના સુધી સતત અક્કરમેસિયાનું સેવન કરવાનું હતું. રિસર્ચર્સે જોયું કે આ સપ્લીમેન્ટ્સ લેવાનું સરળ હતું અને જીવંત કે પાસ્ચુરીકૃત બેક્ટેરિયા લેનારા સમુહોમાં કોઈ સાઈડ ઇફેક્ટ પણ ના દેખાયા.

પાસ્ચુરીકૃત બેક્ટેરિયાએ ભાગ લેનારાઓમાં ડાયાબિટીસ 2 અને હૃદયની બીમારીઓનું જોખમ ખાસ્સું ઘટાડી દીધું હતું. એનાથી લિવરના સ્વાસ્થ્યમાં પણ સુધારો દેખાયો હતો. ભાગ લેનારાઓનું વજન પણ ઘટ્યું હતું અને કોલેસ્ટ્રોલનું સ્તર પણ ઘટ્યું હતું.
from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2GfKHiO
via Latest Gujarati News
0 Comments