કરતારપુર કૉરિડોર વિશે ભારત- પાકિસ્તાન વચ્ચે ચર્ચા શરૂ

નવી દિલ્હી, તા. 14 જુલાઇ 2019, રવિવાર

કરતારપુર કૉરિડોરને લઈને પાકિસ્તાન સાથે આજે બીજા તબક્કાની વાતચીત, વાઘા બૉર્ડર પર સવારે 9:30 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. બંને દેશો વચ્ચે કરતારપુર તીર્થ યાત્રાની રૂપરેખા પર ચર્ચા થશે જેમાં વ્યાજ, હાઈટેક સર્વિલાંસ અને અન્ય મુદ્દા પર પણ વાતચીત થશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે એકવાર ફરી કરતારપુર કૉરિડોરને લઈને આજે મહત્વની બેઠક થઈ રહી છે. જેમાં કૉરિડોર પરના ગતિધને દૂર કરવાની રણનીતિ બનશે. ચર્ચામાં હાજરી આપવા માટે ભારતીય પ્રતિનિધિમંડળ વાઘા બૉર્ડર પહોંચી ચૂક્યા છે અને બંને દેશોના અધિકારી વચ્ચે દ્વીપક્ષીય ચર્ચા શરૂ થઈ ચૂકી છે. 

મીડિયાને સંબોધિત કરતા પાકિસ્તાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડૉ. મોહમ્મદ ફૈઝલે કહ્યુ કે પાકિસ્તાન કરતારપુર કૉરિડોરને સંચાલિત કરવા માટે સમગ્ર રીતે પ્રતિબદ્ધ છે અને આ દિશામાં સહયોગ કરી રહ્યો છે. ગુરુદ્વારાનું નિર્માણ કાર્ય 70%થી વધારે પૂરૂ થઈ ગયુ છે. અમે આશા કરીએ છીએ કે આજે ચર્ચા સાચી દિશામાં થશે. 

ખાલિસ્તાન સમર્થકોની બેઠકમાં હાજરીને લઈને પણ ચર્ચા થવાની નક્કી છે. કેમ કે પાકિસ્તાને બેઠક પહેલા જે રમત રમી તે સૌની સામે આવી ગઈ છે.




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XPKQza
via Latest Gujarati News

Post a Comment

0 Comments