બિન ગાંધીને પ્રમુખ બનાવાશે તો કોંગ્રેસ 24 કલાકમાં તૂટી જશે : નટવર સિંહ


નવી દિલ્હી, તા.22 જુલાઇ, 2019, મંગળવાર

કોંગ્રેસ પ્રમુખ પદેથી રાહુલ ગાંધીના રાજીનામા પછી નવા કોંગ્રેસ પ્રમુખ સસ્પેન્સ કાયમ છે. ં આ દરમિયાન પૂર્વ વિદેશ પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા નટવર સિંહે જણાવ્યું છે કે પ્રિયંકા ગાંધી આ પદ માટે સક્ષમ છે અને જો ગાંધી પરિવાર સિવાયના અન્ય કોઇને પ્રમુખ બનાવવામાં આવશે તો કોંગ્રેસ 24 કલાકની અંદર વેરવિખેર થઇ જશે. 

ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં ગોળીબારની ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોની સાથે પ્રિયંકા ગાંધીની મુલાકાતની પ્રશંસા કરતા નટવર સિંહે જણાવ્યું છે કે તેમના પક્ષ પ્રમુખ બનવાના તમામ ગુણ છે. નટવર સિંહે સૂચન કર્યુ છે કે રાહુલ ગાંધીએ ગાંધી પરિવાર સિવાયનો કોઇ નેતા કોંગ્રેસ પ્રમુખ બને તે નિર્ણય બદલવો પડશે. 

આ અગાઉ પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના પુત્ર અનિલ શાસ્ત્રીએ પણ જણાવ્યું હતું કે પ્રિયંકા ગાંધી વાડ્રાને કોંગ્રેસ પ્રમુખ બનાવવામાં આવે. નટવર સિંહે વધુમાં જણાવ્યું છે કે આ કમનસીબ છે કે દેશના 134 વર્ષ જૂના પક્ષ પાસે પ્રમુખ નથી. ગાંધી પરિવારના સભ્ય સિવાય અન્ય કોઇને પક્ષ પ્રમુખ બનાવવો યોગ્ય નથી. 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2GqXEGm
via Latest Gujarati News

Post a Comment

0 Comments