ઔરંગાબાદમાં બે યુવાનો પર જયશ્રી રામ બોલવા બળજબરી


(પીટીઆઈ) ઔરંગાબાદ, તા.22 જુલાઇ, 2019, મંગળવાર

કેટલીક અજાણી વ્યક્તિઓએ ઔરંગાબાદમાં બે જણાને બળજબરીપૂર્વક ' જયશ્રી રામ ' બોલાવતા એ વિસ્તારમાં તંગદીલી ફેલાઈ ગઈ હતી. છેલ્લા થોડા દિવસોમાં શહેરમાં આવો બીજો બનાવ બન્યો છે. શહેરમાં સુરક્ષા બંદોબસ્ત વધારી દેવાયો છે. એમ પોલીસે કહ્યું.

ગઇરાત્રે અહીના આઝાદ ચોક વિસ્તારમાં ઓટો રિક્ષાની રાહ જોઈને ઉભા રહેલા શેખ અમેર અને શેખ નસીર નામના બે મિત્રોને કારમાં ધસી આવેલા ચાર પાંચ લોકોએ રોક્યા હતા. એમની સાથે ગાળાગાળી કરી હતી. અને એમને ' જયશ્રી રામ' બોલવા કહ્યું હતુ.

જો તેઓ આમ ના બોલે તો એમને હત્યાની ધમકી અપાઈ હતી. આથી ગભરાયેલા મિત્રો એ પ્રમાણે કહ્યું હતુ. એ પછી રસ્તે જતાં આવતાં લોકોને જોઈને કારમાના ચાર પાંચ જણે ગાડી દોડાવી મૂકી હતી. બે યુવાનોએ અજાણ્યા લોકો સામે પોલીસ ફરિયાદ કરી હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Z5jbf3
via Latest Gujarati News

Post a Comment

0 Comments