મેં બિરયાની આરોગી ન હતી, રમજાનના કાર્યક્રમમાં હાજરી આપી હતી : કુમારસ્વામી


બેંગાલુરૂ, તા.22 જુલાઇ, 2019, મંગળવાર

કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામીએ આઈએમએ કૌભાંડના આરોપી સાથે બિરયાની આરોગી હોવાની વાતે ભાજપે કુમારસ્વામીને ઘેર્યા હતા. તે પછી કુમારસ્વામીએ સ્પષ્ટતા કરી હતી કે તેણે બિરયાની ખાધી ન હતી અને તસવીરમાં જે દેખાય છે તે સત્ય નથી.

કર્ણાટક ભાજપે એક ફોટો ટ્વીટ કર્યો હતો. જેમાં મુખ્યમંત્રી કુમારસ્વામી આઈએએમ પોંઝી કૌભાંડના મુખ્ય આરોપી મંસૂર ખાન સાથે બિરયાની ખાતા હોવાનું દેખાતું હતું. એ તસવીરને લઈને ભારે વિવાદ થયો હતો. એટલે કુમારસ્વામીએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે તસવીરમાં જે દેખાય છે તે સત્ય નથી. રમજાનના કાર્યક્રમમાં મને આમંત્રણ મળ્યું હતું, એ વખતની આ તસવીર છે અને મેં મંસૂર સાથે બિરયાની ખાધી ન હતી.

વિશ્વાસમતના પ્રસ્તાવ બાબતે બોલતી વખતે તેમણે આ વાતનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે ભાજપ ખોટી રીતે બદનામ કરવા માટે આવી તસવીરો ફેલાવે છે, પણ હકીકત એ છે કે મેં બિરયાની ખાધી ન હતી. મેં કોઈ ખાસ માણસના ઘરની બિરયાનીનો આનંદ ઉઠાવ્યો નથી, જે આરોપ વિરોધ પક્ષ લગાવે છે.

પરંતુ હકીકત એ છે કે મારી તબિયત ખરાબ રહેતી હોવાથી મેં માંસાહાર  છોડી દીધો છે. જે તસવીરની વાત છે એ તસવીર એક રમજાનના કાર્યક્રમની હતી. તેમની રજૂઆત પછી કર્ણાટક વિધાનસભાના સ્પીકરે પણ રમૂજ કરતા કહ્યું હતું કે સીએમ, ખાવાની આદતોને લઈને આટલી ચિંતા ન કરો.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2GoAYqv
via Latest Gujarati News

Post a Comment

0 Comments