
નવી દિલ્હી, તા. 25 જુલાઇ 2019, ગુરૂવાર
દેશની રાજધાની દિલ્હીમાં વર્ષ 1996માં થયેલા બોમ્બ બ્લાસ્ટના ત્રણ કાશ્મીરી યુવકોને 24 વર્ષ જેલમાં રહ્યાં બાદ દિલ્હી હાઈકોર્ટ અને રાજસ્થાન હાઈકોર્ટે નિર્દોષ જાહેર કરતા છોડી મુક્યાં છે.
ત્રણેય કાશ્મીરી યુવકો જયપુર અને તિહાડ જેલમાં સજા કાપી રહ્યા હતા. બુધવારે તેઓ પોતાના ઘરે પહોંચ્યા ત્યારે એમને જોઈને પરિવારના લોકોની આંખોમાં ખુશીના આંસુ છલકાઇ આવી ગયા હતા.
નિર્દોષ લતીફ અહમદ શમસાવરીની ઘરપકડ કાઠમાંડુથી કરવામાં આવી હતી. ત્યારબાદ દિલ્હી પોલીસ સેલમાં તેને રાખવામાં આવ્યો હતો. લતીફનું કહેવું છે કે, તેને વિશ્વાસ નથી આવી રહ્યો કે તે આઝાદ થયો છે.
લતીફ કહે છે કે, અમારા પર લાજપત નગરમાં બ્લાસ્ટ કરવાનો આરોપ હતો. ઉપરાંત અમારા જેવા ઘણા નિર્દોષ કાશ્મીરી યુવકો જયપુરની જેલમાં કેદ છે.
લતીફ ઉપરાંત નમછાબલનો રહેવાશી મિર્જા હુસૈન અને હસાનાબાદનો રહેવાસી મુહમ્મદ અલી ભટ્ટને પણ નિર્દોષ જાહેર કરાયા છે. આ બંન્ને પણ બ્લાસ્ટનો આરોપ જેલમાં સજા કાપી રહ્યાં હતા.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32ZUqDE
via Latest Gujarati News
0 Comments